સાયબર માફિયા ગેંગ બાદ હવે જિલ્લામાં ધરતીપુત્રો સાથે છેતરપિંડી આચરતી ઠગ ટોળકીઓ સક્રિય થઇ ગઇ છે ગુજરાત સરકારના ” ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન” માંથી આવીએ છે તેમ જણાવી ઠગ ટોળકી દ્ધારા દરેક ગામમાં બે ખેડૂતોને ” શક્તિમાન રોટાવેટ ” મશીન 40 ટકા સબસિડી કાપીને આપવાનું આપવાનું જાણાવી ભેજાબાજોએ ચાર જેટલા ખેડૂતો સાથે રૂપિયા 33,200 ની છેતરપિંડી કરી આચરી હોવાની ફરિયાદ કરજણ પોલીસ મથકના ચોપડે નોંધાતા કરજણ પોલીસે તપાસ આરંભી છે
ભેજાબાજ ત્રિપુટીએ મશીન નોંધાવવા માટે રૂપિયા 9,600 ભરીને નોંધણી કરાવવાનું જણવ્યું હતું અને ત્યાર બાદ બાકીના રૂપિયા 40 ટકા સબસિડી કાપીને 6 હપ્તામાં ભરવાના રહેશે તેમ જણાવતા હું પણ ગામમાં સાત વિઘા જમીન ધરાવતો હોવાથી મને પણ શક્તિમાન રોટાવેટ ની જરૂરીયાત હોઇ, હું ભેજાબાજ ત્રિપુટીની જાળમાં ફસાઇ ગયો હતો અને ભેજાબાજ ત્રિપુટીએ આપેલ ચિરાગ ઉપાધ્યાય નામના ઇસમના મોબાઇલ નંબર ઉપર ગુગલ પે થી રૂ. 9600 જમા કરાવી દીધા હતા રકમ જમા થયા બાદ ભેજાબાજ ત્રિપુટીએ મને જણાવ્યું કે, ચાર દિવસમાં શક્તિમાન રોટાવેટ ” મશીનો લઇને તમને ડેમો બતાવવા માટે આવીશું અને બે દિવસમાં તમારા ઘરે આવીને મશીન આપી જઇશું અને ત્યાર બાદ ત્રિપુટી રવાના થઇ ગઇ હતી
Advertisement
કરજણ પોલીસે ખેડૂત મહેન્દ્રસિંહ અટોદરીયા ની ફરિયાદના આધારે ભેજાબાજ ત્રિપુટી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે સાથે ત્રિપુટી ભેજાબાજો નો ભોગ બનેલા અન્ય ખેડૂતોની પોલીસે અરજીઓ લઇ તપાસ શરૂ કરી છે ગુજરાત સરકારના ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન ના નામે ખેડૂતો સાથે છેતરપિંડી આચરતી ત્રિપુટી ઝડપાયા બાદ મોટું કૌંભાડ બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી ભેજાબાજ ત્રિપુટીએ માલોદ ગામ સહીત અન્ય ગામોના ચાર ખેડૂતો પાસેથી મશીન આપવાની લાલચ આપી રૂપિયા 33,200 ની છેતરપિંડી આચરી હોવનું હાલ સામે આવ્યું છે અને આગામી દિવસો માં આ આકડો વધી શકે છે