Vadodara

કપુરાઈ પોલીસે વાઘોડિયા રોડ પર ફ્લેટમાં ચાલતા જુગારધામ પર રેડ પાડી 14 જુગારીઓ ઝડપાયા

Published

on

  • જુગારધામ પર રેડ: કપુરાઈ પોલીસ દ્વારા ખટાંભા અર્બન રેસિડેન્સીના ફ્લેટમાં ચાલતા જુગાર પર દરોડો.
  • 14 ઇસમો ઝડપાયા: પત્તા-પાનાનો જુગાર રમતા મકાનમાલિક સહિત 14 આરોપીઓની ધરપકડ.
  • મોટી મતા જપ્ત: રૂ. 41,420 રોકડ, 12 મોબાઈલ અને 3 વાહનો મળી કુલ રૂ. 4,81,420/- નો મુદ્દામાલ કબ્જે.
  • પોલીસ કાર્યવાહી: કપુરાઈ પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરાઈ.

વડોદરા: વડોદરા શહેરમાં પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબુદ કરવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, સંયુક્ત પોલીસ કમિશનર નીલેશ જાંજડિયા, ડીસીપી ઝોન-૩ અભિષેક ગુપ્તા અને એસીપી હીરેન્દ્ર ચૌધરી દ્વારા સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સૂચનાના આધારે કપુરાઈ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. રાવલના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી.

🧐શું હતી ઘટના?

પેટ્રોલિંગ દરમિયાન પો.સબ.ઈ. કે.ડી. પરમાર તથા સ્ટાફના અ.હે.કો. કૃષ્ણદેવસિંહ ચંદરસિંહને બાતમી મળી હતી કે, વાઘોડિયા ચોકડી પાસે આવેલ ખટાંભા અર્બન રેસિડેન્સીના મકાન નંબર 504, બ્લોક નંબર બી/5 માં રહેતો જમેશ ભાળુભાઈ માછી બહારથી લોકો બોલાવીને પોતાના મકાનમાં પત્તા-પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાડી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડીને સ્થળ પરથી જુગાર રમી રહેલા કુલ 14 શખસોને ઝડપી પાડ્યા હતા.

આ કાર્યવાહી દરમિયાન પોલીસે અંગઝડતીના રૂ. 24,770 અને જમીન દાવના રૂ. 16,650 મળી કુલ રૂ. 41,420 ની રોકડ, રૂ. 2,40,000 ની કિંમતના 12 મોબાઈલ ફોન અને રૂ. 2,00,000 ની કિંમતના 3 વાહનો તથા પત્તા-પાનાના બોક્સ અને લાઈટ બિલ સહિત કુલ રૂ. 4,81,420/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પકડાયેલા આરોપીઓમાં મકાનમાલિક જમેશ માછી ઉપરાંત હિતેશ દરજી, કરણ કહાર, સાગર પ્રજાપતી, સાગર માછી, પ્રકાશ માછી, ધવલ રાજપૂત, મયુર પાટણવાડિયા, કુણાલ રાજપૂત, કરણ ઠાકોર, ચિંતન રાવળ, દેવેન્દ્ર કહાર, મયુર ચુનાડા અને પાર્થ પટેલનો સમાવેશ થાય છે. આ તમામ વિરુદ્ધ કપુરાઈ પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ-4 અને 5 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Trending

Exit mobile version