Vadodara

પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં જૈન તીર્થંકરોની મૂર્તિ ખંડિત કરાતા જૈન સમાજે આપ્યું આવેદન

Published

on

પંચમહાલ જિલ્લાના પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શક્તિ પીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતાં દાદરાની બન્ને તરફ આવેલી હજારો વર્ષ જૂની જૈન તીર્થંકરોની પ્રતિમાઓને વિકાસના નામે તોડીને કચરામાં ફેંકી દેતા ભારે હોબાળો મચી ગયો છે. રવિવારે મોડી સાંજે મોટી સંખ્યામાં જૈનો પાવાગઢ પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને તોડફોડ રોકીને જવાબદારો સામે પગલાં લેવા માટે માગ કરી હતી.

Advertisement

જૈન તિર્થંકરોની પ્રાચીન પ્રતિમાઓને તાત્કાલીક જ્યાં હતી ત્યાં ફરીથી રિસ્ટોરેશન કરવામાં આવે તેવી જૈન સમાજ દ્વારા માંગણી કરવામાં આવી છે. રવિવારે રાતે જૈન સમાજના અગ્રણીઓ વડોદરાથી પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ કરવા પહોચ્યાં હતાં. જ્યારે સોમવારના રોજ પાવાગઢની ઘટનાના પગલે વડોદરા, સુરત, અમદાવાદ સહિત દેશભરમાં મોટી સંખ્યામાં જૈનો વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિવિધ જિલ્લા કક્ષાએ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યા છે.વડોદરામાં જિલ્લા કલેકટરના નિવાસ્થાને જઈને જૈન અગ્રણીઓએ પોતાની ઉગ્ર રજૂઆત વ્યક્ત કરી હતી.

Advertisement

રવિવારે મોડી રાત્રે જૈનો મોટી સંખ્યામાં પાવાગઢ પોલીસ સ્ટેશનમાં ઉમટી પડયા હતા અને આવેદનપત્ર આપ્યુ હતું. જેમાં ઉલ્લેખ કરાયો છે કે, પાવાગઢમાં માતાજીના મંદિરના પગથિયાં પાસે આવેલી જૈન તીર્થંકરોની મૂર્તિઓ યોગ્ય સ્થાન પરથી અચાનક દૂર કરવામાં આવી છે. આ કૃત્ય માત્ર ધાર્મિક આસ્થાનો અનાદર કરતું નથી પરંતું ધાર્મિક પ્રથાઓ અને પૂજા સ્થળોના રક્ષણ માટે રચાયેલ બંધારણીય અને કાનૂની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરે છે. માટે અમે વહીવટીતંત્રના તાત્કાલિક હસ્તક્ષેપ માટે વિનંતી કરીએ છીએ. અમારી માગ છે કે, તીર્થંકરની મૂતઓને તેમના યોગ્ય સ્થાને તાત્કાલિક અસરથી પુનઃ સ્થાપિત કરો. આ અપમાનજનક કૃત્ય માટે મહાકાળી મંદિર ટ્રસ્ટના જવાબદાર ટ્રસ્ટીઓ સામે તાત્કાલિક કાનૂની પગલાં લો. જૈન સમાજના અગ્રણીઓના કહેવાથી જૈન તીર્થંકરોની પ્રતિમાઓને કાઢીને અમે એક તરફ મૂકી છે. પ્રતિમાઓને જૈન સમાજનો લોકોને આપી દેવામાં આવે.

Advertisement

Trending

Exit mobile version