Vadodara

ધનિયાવી–કાયાવરોહણ રોડ પર હિટ એન્ડ રન અકસ્માત: વૃદ્ધાનું સ્થળ પર જ મોત, એક મહિલા ઇજાગ્રસ્ત

Published

on

પોલીસ દ્વારા ગાડીચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.

  • તરસાલી તરફથી પૂરઝડપે આવતી એક ઇકો ગાડીએ બંન્નેને અડફેટમાં લીધાં હતાં
  • આ અકસ્માત એટલો ભયાનક હતો કે ચંદાબેનનું સ્થળ પર જ મોત થયું
  • અકસ્માત બાદ ઇકો ગાડીચાલક ફરાર થઈ ગયો.

વડોદરા નજીક ધનિયાવી–કાયાવરોહણ રોડ પર બનેલી હિટ એન્ડ રન ઘટનાએ ગામમાં ચકચારી મચાવી છે. ધનિયાવી ગામના મોટા ફળિયામાં રહેતી ૮૦ વર્ષની ચંદાબેન ડાભી અને તેમની નજીક ચાલતી અનસોયાબેન (ઉંમર ૪૬) રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે તરસાલી તરફથી પૂરઝડપે આવતી એક ઇકો ગાડીએ બંન્નેને અડફેટમાં લીધાં હતાં.

આ અકસ્માત એટલો ભયાનક હતો કે ચંદાબેનનું સ્થળ પર જ મોત થયું, જ્યારે અનસોયાબેનને ઈજાઓ થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.અકસ્માત બાદ ઇકો ગાડીચાલક ફરાર થઈ ગયો હતો. ધનિયાવી ગામના એક યુવાને તેની પાછળ દોડ કરી છતાં, ગાડી ઝડપાઈ શકી નથી. પોલીસ દ્વારા ગાડીચાલકની શોધખોળ શરૂ કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાની તપાસ ચાલી રહી છે.

અન્ય એક બનાવમાં ગોધરા તાલુકાના કાકડી તાલુકાના રતનપુર ખાતે રહેતો નિલેશ ફતાભાઇ પરમાર (ઉ.વ.૨૭) સુરતમાં આવેલી સિમેન્ટની પાઇપ ફેક્ટરીમાં નોકરી કરતો હતો. દિવાળીમાં ૧૦ દિવસ રજા હોવાથી તે બાઇક લઇને પોતાના ગામ જવા નીકળ્યો હતો. દરમિયાન પોર પાસેના સર્વિસરોડ પર એક ટ્રક કન્ટેનરે બાઇકને અડફેટમાં લેતા ત્રણ પુત્રોના પિતા નિલેશ રોડ પર પટકાયો હતો અને તેના શરીર પર કન્ટેનરનું ટાયર ફરી વળતા સ્થળ પર જ તેનું કરૃણ મોત નિપજ્યું હતું. બનાવ અંગે વરણામા પોલીસે ગુનો નોધી  વધુ તપાસ હાથ ધરી છે.

Trending

Exit mobile version