Vadodara

30 વર્ષની કાનૂની લડતનો સુખદ અંત: VMCના યુપીથી વધુ કર્મચારીઓને મળશે 1996નું સુધારેલું પગાર ધોરણ

Published

on

  • ઐતિહાસિક જીત: ૩૦ વર્ષ જૂના પગાર વિવાદમાં VMCના ૭૦થી વધુ કર્મચારીઓની જીત થઈ છે.
  • પગાર ધોરણનો લાભ: સુપરવાઇઝર અને ફિલ્ડ આસિસ્ટન્ટ્સને ૧૯૯૬થી સુધારેલું પગારધોરણ અને તફાવતની રકમ મળશે.
  • આર્થિક બોજો: આ ચુકાદાને કારણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પર અંદાજે રૂ. ૯ થી ૧૦ કરોડનો આર્થિક બોજો પડશે.
  • કાનૂની પ્રક્રિયા: હાઇકોર્ટે જાન્યુઆરી ૨૦૨૬માં કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને એપ્રિલમાં કોર્પોરેશનની રિવિઝન અપીલ ફગાવી દીધી હતી.

વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) માં છેલ્લા ત્રણ દાયકાથી ચાલી રહેલા કર્મચારીઓના પગાર ધોરણના વિવાદનો અંત આવ્યો છે. ગુજરાત હાઇકોર્ટના કડક આદેશ બાદ મ્યુનિસિપલ કમિશનરે ૭૦થી વધુ સુપરવાઇઝર અને ફિલ્ડ આસિસ્ટન્ટ્સને ૧૯૯૬નું સુધારેલું પગાર ધોરણ આપવાનો આદેશ કર્યો છે, જેના કારણે કોર્પોરેશન પર રૂ. ૯ થી ૧૦ કરોડનો વધારાનો આર્થિક બોજો પડશે.

શું હતો સમગ્ર વિવાદ?

વર્ષ ૧૯૯૫-૯૬ દરમિયાન ચોથા વર્ગના કર્મચારીઓના પગારધોરણનો પ્રશ્ન ઊભો થયો હતો. તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર આર.એન. દાસે ૩૦ નવેમ્બર ૧૯૯૬ના રોજ કડિયા, મજૂર, ઓપરેટર, સુપરવાઇઝર અને ફિલ્ડ આસિસ્ટન્ટ માટે રૂ. ૮૦0-૧૧૫૦ ના બદલે રૂ. ૯૫૦-૧૪૦૦ નું સુધારેલું પગારધોરણ મંજૂર કર્યું હતું. જો કે, કડિયા અને મજૂરોને આ લાભ મળ્યો, પરંતુ સુપરવાઇઝર અને ફિલ્ડ આસિસ્ટન્ટને વંચિત રાખવામાં આવ્યા હતા.

🗣️ન્યાય માટે ૩૦ વર્ષની લડત:

આ અન્યાય સામે વડોદરા નોકર મંડળના માધ્યમથી ૨૦૧૨માં ૭૦થી વધુ કર્મચારીઓએ લેબર કોર્ટ અને બાદમાં ગુજરાત હાઇકોર્ટમાં સામૂહિક અરજી દાખલ કરી હતી. ૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ હાઇકોર્ટે કર્મચારીઓના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. કોર્પોરેશને આ સામે રિવિઝન બેન્ચમાં અપીલ કરી હતી, જે એપ્રિલ ૨૦૨૬માં ફગાવી દેવાઈ હતી.

🧐કર્મચારીઓને શું લાભ મળશે?

હાઇકોર્ટના આદેશને પગલે હાલના મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ આદેશ કર્યો છે કે સંબંધિત કર્મચારીઓને ૧૯૯૬થી ૨૦૧૦ સુધીના ઇન્ક્રિમેન્ટ અને ૨૦૧૦ થી ૨૦૨૬ સુધીના પગાર તફાવતની રકમ ચૂકવવામાં આવે. ૩ દાયકાની લાંબી લડત બાદ ન્યાય મળતા કર્મચારીઓમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

Trending

Exit mobile version