Connect with us

Vadodara

ગ્રામ પંચાયતોની મનમાની પર રોક, સરકારી સહાયથી બનેલા મકાનોનો વેરો નક્કી કરતી સરકાર

Published

on

  • તલાટીએ સ્વિકાર્યું કે, રૂ. 1.20 લાખની સહાયતા પ્રાપ્ત પરિવારો પાસેથી પંચાયત દ્વારા રૂ. 1,200 સુધીનો વેરો અત્યાર સુધી વસુલાતો
  • ગ્રામ પંચાયતો દ્વારા અત્યાર સુધી બેફામ વેરા ઉઘરાવાયા
  • વાત સરકારના ધ્યાને આવતા વેરા ન્યુનત્તમ કરી દેવાયા
  • આગામી ચાર વર્ષ સુધી ન્યુનત્તમ વેરો જ વસુલી શકાશે

વડોદરા સહિત રાજ્યભરમાં ગ્રામ્ય વિસ્તારોમાં નબળા વર્ગના લોકો માટે સરકાર દ્વારા વિવિધ પ્રકારે આવાસની યોજનાઓ અમલમાં મુકી છે. ગરીબ પરિવારોને પોતાનું પાકું ઘર મળે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. પરંતુ આ ઘર મળ્યા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં સામાન્ય ઘરો અને આવાસના ઘરો પાસેથી વસુલવામાં આવતા વેરામાં બે ગણાથી લઇને 10 ગણા સુધીનો તફાવત હોવાનું ધ્યાને આવ્યું હતું. જેને તાત્કાલિક અસરથી દૂર કરીને સરકારી સહાયથી બનેલા આવાસ માટેનો વેરો ન્યુનત્તમ કરવા માટેનો પરિપત્ર રાજ્ય સરકારના પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ- વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આ પરિપત્રના કારણે ગ્રામ પંચાયતો દ્વારા અત્યાર સુધીમાં વેરાના ઉંચી રકમની વસૂલાત પર રોક લાગશે.

ગરીબ અને નબળા વર્ગના પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના – ગ્રામીણ આશિર્વાદ સમાન છે. પરંતુ આ આવાસમાં રહેતા લોકો પાસેથી ગ્રામ પંચાયત દ્વારા આકરણીના નામે મોટી રકમ લેવામાં આવતી હતી. તલાટીએ સ્વિકાર્યું કે, રૂ. 1.20 લાખની સહાયતા પ્રાપ્ત પરિવારો પાસેથી પંચાયત દ્વારા રૂ. 1,200 સુધીનો વેરો અત્યાર સુધી વસુલાતો હતો. બીજી તરફ આ વેરાની રકમ સામાન્ય ઘરો માટે ખુબ જ ઓછી હતી. સામાન્ય ઘરો અને પીએમ આવાસ યોજના – ગ્રામીણ પાસેથી વસૂલાતા વેરાના તફાવતની રકમ બે ગણાથી લઇને 10 ગણા જેટલી થઇ જતી હતી. આમ, પીએમ આવાસ યોજનામાં રહેતા પરિવારો પાસેથી ગ્રામ પંચાયત બેફામ વેરા વસુલતી હતી.

જો કે, આ વાત સરકારના ધ્યાને આવતા આ વિસંગતતા દૂર કરવા માટેનો પરિપત્ર કરવામાં આવ્યો છે. જે અનુસાર, હવે સરકારી સહાયથી બનેલા તમામ ઘરો માટે ન્યુનત્તમ દર વસુલવાનો રહેશે. ગ્રામપંચાયતની બદમાં સરકારી સહાયથી બનેલા આવાસોની ચાલુ આકરણીના સમયગાળાથી આગામી ચાર વર્ષ માટે આકરણી દર વાર્ષિક રૂ. 200 નક્કી કરવામાં આવે છે. આ દરથી વધારે ગ્રામપંચાયત વસુલી શકશે નહીં. ચાર વર્ષ બાદ રાજ્ય કક્ષાએથી સમીક્ષા હાથ ધરવામાં આવશે. ત્યાં સુધી ફક્ત આવાસ યોજનાના લાભાર્થીઓ માટે ઉપરોક્ત પ્રમાણે જ વેરાની વસુલાત કરવાની રહેશે.

આ અંગે તલાટીનું કહેવું છે કે, આકારણીને લઇને એક પરિપત્ર આવ્યો છે, પહેલા રૂ. 1.20 હજારની સહાયતા પ્રાપ્ત પરિવાર પાસેથી રૂ. 1,200 વેરો વસૂલવામાં આવતો હતો. અલગ અગ સહાયતા પ્રાપ્ત આવાસ ધારકો પાસેથી અલગ અલગ વેરો વસૂલવામાં આવતો હતો. જેને એકસમાન કરી દેવામાં આવ્યો છે. હવેથી નવા ઠરાવ અનુસાર વસૂલાત કરવામાં આવશે.

Continue Reading
Vadodara7 hours ago

VMC ની ‘અણઘડ’ કામગીરીનો નમૂનો; વાઘોડિયા રોડ પર લાઈન રિપેરિંગ બાદ યોગ્ય પુરાણ ન થતા ઈંટો ભરેલી ટ્રક ખાડામાં ફસાઈ

Vadodara8 hours ago

વડોદરામાં ચૂંટણીનો શંખનાદ: ભાજપની મધ્ય ઝોનની મહત્વની બેઠક, તો કોંગ્રેસે આઠ તાલુકાના પ્રભારીઓ મેદાને ઉતાર્યા

Vadodara9 hours ago

300 કરોડની લોનનું સપનું બતાવી છેતરપિંડી કરનાર  ‘કમિશનખોર’ નયના મહીડાના જામીન નામંજૂર

Vadodara9 hours ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Vadodara10 hours ago

કાયદાના સકંજામાં ફરાર કેદી: 10 દિવસની રજા માણી જેલના બદલે ઘરે ગયેલા પ્રવિણ તડવીને પોલીસે જેલ ભેગો કર્યો

Vadodara12 hours ago

અસહ્ય પીડા અને આત્મહત્યા: વડોદરામાં બીમારીથી કંટાળી પરિણીતાએ ગોરવા હાઈટ્સના 11મા માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું

Vadodara13 hours ago

શર્મસાર વડોદરા: પોતાની જ બહેનની બહેનપણીને નરાધમે પીંખી નાખી, માંજલપુર પોલીસ મથકે લોકોના ટોળા ઉમટ્યા

International14 hours ago

વિશ્વ યુદ્ધની દસ્તક? ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર 10 બોમ્બ ઝીંકાયા, અમેરિકી બેઝ પર ઈરાનનો વળતો હુમલો.

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara9 hours ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Vadodara1 day ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Dabhoi1 day ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara2 days ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Dabhoi2 days ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Vadodara3 days ago

વડોદરા: ઝોન-2 ના 6 પોલીસ સ્ટેશનોના લાખોની કિંમતના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું; કોયલી ચેકપોસ્ટ પાસે કરાયો નાશ

Vadodara1 week ago

વડોદરા: સુસેન રોડ પર કોર્પોરેશનનું ‘વન ડે વન રોડ’ અભિયાન, નોટિસ વિનાની કાર્યવાહીથી વેપારીઓ લાલઘૂમ.

Vadodara1 week ago

વડોદરા: તુલસીવાડીમાં યુવક પર તલવાર-ગુપ્તીથી હુમલો, હોસ્પિટલમાં પણ હુમલાખોરનો આતંક!

Trending