Vadodara

શિવજી કી સવારીમાં ‘ભક્ત’ બનીને આવી હતી પાલનપુરની ગેંગ: મહિલાઓના અછોડા તોડનાર 6 ઝડપાયા

Published

on

વડોદરાની શાન સમાન ‘શિવજી કી સવારી’ દરમિયાન ભીડનો લાભ ઉઠાવીને સોનાના દાગીનાની ચોરી કરતી પાલનપુરની રીક્ષા ગેંગને વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી છે. પકડાયેલા 6 આરોપીઓમાં મહિલા સભ્યોનો પણ સમાવેશ થાય છે, જેઓ કટર વડે ચેન કાપવામાં માહિર હતા.

🧐ચોરીની મોડસ ઓપરેન્ડી: રીક્ષામાં આવ્યા અને ગેંગ બનાવી ત્રાટક્યા

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ ખાસ ચોરી કરવા માટે જ પાલનપુરથી બે રીક્ષા લઈને વડોદરા આવી હતી.

  • ટાર્ગેટ: સોનાની ચેન કે અછોડા પહેરેલી મહિલાઓ.
  • વ્યૂહરચના: ગેંગના 4 સભ્યો ટાર્ગેટ કરેલી મહિલાની આસપાસ કુંડળું વળી જતા હતા જેથી કોઈને ખબર ન પડે.
  • અમલ: ‘નીદિયા’ નામની મહિલા કટર વડે ચેન કાપતી અને તુરંત જ ‘બાદલ’ નામના સાગરીતને પધરાવી દેતી હતી.

🎥સીસીટીવી ફૂટેજથી ખુલી પોલ

​પ્રતાપનગર પાસે નાની શાકમાર્કેટ નજીક એક મહિલાનો અછોડો તૂટતા તેમણે તાત્કાલિક પોલીસ ફરિયાદ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ તેજ કરી અને શંકાસ્પદ શખ્સોને આંતરી લેતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

✍️ઝડપાયેલા આરોપીઓની યાદી (તમામ રહે. માનસરોવર ફાટક પાસે, પાલનપુર):

  1. ​સાગર પરમાર
  2. ​બાદલ કોળી
  3. ​સુરજ ડાભી
  4. ​સુખદેવ કોળી
  5. ​નિધિઆ પરમાર
  6. ​બબીતા કોળી

🚨પોલીસે શું કબજે કર્યું?

  • ​ચોરી કરેલી સોનાની ચેન
  • ​મોબાઈલ ફોન
  • ગુનામાં વપરાયેલી 2 રીક્ષા

Trending

Exit mobile version