રેસ્ટોરન્ટની અંદરની તમામ સામગ્રી બળીને ખાક થઈ ગઈ હતી.
રેસ્ટોરન્ટ કમ દુકાનમાં ચૂલા માટે રાખવામાં આવેલા બળતણ- કોલસામાં આગ લાગી
વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલા ચૂલા ઢોસા રેસ્ટોરન્ટમાં આગ લાગવાની ઘટના બનતા ફાયર બ્રિગેડ તંત્ર દોડ્યું હતું. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રેસ્ટોરન્ટની અંદરની તમામ સામગ્રી બળીને ખાક થઈ ગઈ હતી. જ્યારે ફાયરબ્રિગેડ દ્વારા આગ પફ કાબુ મેળાવવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ફાયરબ્રિગેડના કંટ્રોલ રૂમ પર કોલ મળ્યો હતો કે, સંગમ ચાર રસ્તા સંગમ સોસાયટીના નાકે આવેલા શ્રી બાલાજી ચૂલા ઢોંસા રેસ્ટોરન્ટમાં આગ લાગવા પામી છે. આગ લાગ્યાનો કોલ મળતા ફાયરબ્રિગેડના લાશકરો સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં રેસ્ટોરન્ટ કમ દુકાનમાં ચૂલા માટે રાખવામાં આવેલા બળતણ- કોલસામાં આગ લાગી હતી. ફાયરબ્રિગેડ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો હતો.
દુકાનની ઉપરના ભાગે રહેણાંક મકાનો હોય લોકોના જીવ તાળવે ચોટયા હતા. જોકે સમયસર ફાયરબ્રિગેડ દ્વારા કામગીરી કરતા મોટી હોનારત ટળી હતી. આગ લાગવાનું કારણ હાલ જાણી શકાયું નથી.જ્યારે દુર્ઘટનામાં લાખોનું નુકશાન આંકવામાં આવે છે.