Vadodara

નંદેસરીની NTP ટાર પ્રોડક્ટ કંપનીમાં આગ લાગી, ફાયરબ્રિગેડ દ્વારા ગણતરીના સમયમાં કાબુ મેળવી લેવાયો

Published

on


વડોદરા શહેર નજીક નંદેસરી ખાતે આવેલા ઔદ્યોગિક વસાહતમાં ડામરની પ્રોડક્ટ બનાવતી કંપનીમાં બપોરના સુમારે આગ લાગવાની ઘટના બની હતી. જે અંગેની જાણકારી નંદેસરી ફાયરબ્રિગેડને મળતા એક કલાકથી ઓછા સમયમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

Advertisement


નંદેસરી ઔદ્યોગિક વસાહતમાં HP પેટ્રોલપંપની સામેના ભાગે NTP ટાર પ્રોડક્ટ્સ પ્રા.લિ નામની કંપની આવેલી છે. જે કંપનીમાં આજે બપોરના એક વાગ્યાના સુમારે ડામરનો જથ્થો ભરેલી વિશાળ ટાંકીમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

જે ઘટનાની જાણકાર નંદેસરી ફાયરબ્રિગેડના સ્ટાફને મળતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં પાણી અને ફોર્મનો મારો ચલાવી ને અડધો કલાકના સમયમાં આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી.

ડામરની પ્રોડક્ટ બનાવતી કંપનીમાં લાગેલી આગ ફાયરબ્રિગેડની સમયસુચકતાથી કાબુમાં આવી ગઈ હતી. જયારે વિસ્તારમાં મોટી હોનારત થતા ટળી હતી.

Advertisement

Trending

Exit mobile version