સમગ્ર પૂર્વ વિસ્તારનો ભેગો થતો કચરો અસહ્ય દુર્ગંધ મારે છે. જેના કારણે આસપાસના રહેવાસીઓને શ્વાસની તકલીફો અને ગંભીર પ્રકારની બીમારીઓ થઈ રહી છે.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો અનુસાર કચરાની ડમ્પીંગ સાઇટ રહેણાંક વિસ્તારથી નિયત અંતર પર રાખવાની હોય
રહેણાંક વિસ્તારની આસપાસ જ મોટી ડમ્પિંગ સાઈટ ઉભી કરી દેવામાં આવી છે.પ્રજા ત્રાહિમ પોકારી છે
શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ પાલિકાના સત્તાધીશો સામે આકરા પ્રહારો કર્યા.
વડોદરા શહેરના કિશનવાડી ગધેડા માર્કેટ વિસ્તારમાં ડમ્પિંગ સાઈટ ઉભા કરતા આસપાસના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આજે કોંગ્રેસ દ્વારા યોજવામાં આવેલા સહી ઝુંબેશ દરમિયાન સ્થાનિક રહીશોએ કોંગ્રેસ પ્રમુખને રજૂઆત કરતા રહેણાંક વિસ્તારમાં ઊભી કરવામાં આવેલી ડમ્પિંગ સાઈટ સામે શહેર કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમો અનુસાર કચરાની ડમ્પીંગ સાઇટ રહેણાંક વિસ્તારથી નિયત અંતર પર રાખવાની હોય છે. પરંતુ જાણે કિશનવાડી ગધેડા માર્કેટની આસપાસ રહેતા લોકોને પાલિકાનું તંત્ર સજીવ અવસ્થામાં ગણતું ન હોય તેમ, રહેણાંક વિસ્તારની આસપાસ જ મોટી ડમ્પિંગ સાઈટ ઉભી કરી દેવામાં આવી છે.
પૂર્વ વિસ્તારનો કચરો કિશનવાડી ગધેડા માર્કેટ, શાક માર્કેટ નજીક ઠાલવવામાં આવે છે. જ્યાંથી મોટા ડમ્પરમાં જાંબુઆ લેન્ડફિલ સાઈડ પર પહોંચાડવામાં આવે છે. સમગ્ર પૂર્વ વિસ્તારનો ભેગો થતો કચરો અસહ્ય દુર્ગંધ મારે છે. જેના કારણે આસપાસના રહેવાસીઓને શ્વાસની તકલીફો અને ગંભીર પ્રકારની બીમારીઓ થઈ રહી છે.
શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ પાલિકાના સત્તાધીશો સામે આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને મેયરનો વોર્ડ આસપાસ હોવા છતાં નાગરિકોની આવી બત્તર હાલત ક્યાં સુધી રહેશે?, વારંવાર ની રજૂઆતો થતા ડમ્પીંગ સાઇટ ખસેડવામાં આવતી નથી. જો આગામી સમયમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સ્થાનિક લોકોને સાથે રાખીને કોંગ્રેસ ઉગ્ર આંદોલન કરશે.