Dabhoi
ગ્રાહકે અન્ય બેન્ક માંથી ગોલ્ડલોન ટ્રાન્સફર કરાવવાના નામે મુત્થુટ ફાઇનાન્સને 12.82 લાખનો ચૂનો ચોપડી દીધો
Published
1 month agoon
- ગોલ્ડની માંગણી કરતા તેમણે ચેક કેન્સલ કરવા દો પછી ગોલ્ડ લાવીને આપીશ તેવું રટણ કરતા હતા. બાદમાં ચેક કેન્સલ કરી દેવામાં આવ્યો
વડોદરા ગ્રામ્યમાં આવતા ડભોઇ માં ગોલ્ડ લોન મેળવીને સામે સોનું જમા ના કરાવી લાખોની ઠગાઇ આચરવામાં આવી છે. આ મામલે મેનેજરે અનેક વખત રજુઆત કરતા ગઠિયાએ વાતો ટાળી હતી. આખરે મેનેજરે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરતા ફરિયાદ કરવાનું સુચન મળ્યું હતું. જે બાદ ડભોઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. અને ગઠિયા સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ડભોઇ પોલીસ મથકમાં જયેશકુમાર પરમારે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ મુથુટ ફાઇનાન્સ પ્રા. લિ.માં આસિસ્ટન્ટ બ્રાન્ચ મેનેજર છે. કંપની દ્વારા ગોલ્ડ ફાઇનાન્સ પર લોન આપવામાં આવે છે. ડભોઇ બ્રાન્ચમાં ભાજવાણી દિપકભાઇ ભરતભાઇનું એકાઉન્ટ હતું. વર્ષ 2024 માં તેમણે રૂ. 19 લાખની લોન લીધી હતી. તેઓ બીજી ગોલ્ડ લોન લેવા માંગતા હોવાથી તેમના ખાતામાં જમા ગોલ્ડ પર માત્ર રૂ. 12.82 લાખની લોન મળી શકે તેમ હતું. જેથી તેઓ અન્ય બેંકમાંથી રીસીપ્ટ અને સ્ટેટમેન્ટ લાવ્યા હતા. અને બેંક ટ્રાન્સફોર ફોર્મ (ટેકઓવર) જાતે ભરીને સહી કરેલો ચેક આપ્યો હતો. તેમના પર વિશ્વાસ આપ્યો કે અન્ય બેંકમાં મુકેલું 275 ગ્રામ સોનું લાવીને આપશે. બાદમાં તેમની લોન પ્રોસેસ કરવામાં આવી હતી. જે મંજુર થતા રૂ. 12.82 લાખ એકાઉન્ટમાં જમા કરાવવામાં આવ્યા હતા.
ત્યાર બાદ તેમની પાસે ગોલ્ડની માંગણી કરતા તેમણે ચેક કેન્સલ કરવા દો પછી ગોલ્ડ લાવીને આપીશ તેવું રટણ કરતા હતા. બાદમાં કોરો ચેક કેન્સલ કરી દેવામાં આવ્યો હતો. જે બાદ પણ આજદિન સુધી ગોલ્ડ જમા કરાવવામાં ના આવતા આખરે મામલો સમાધાન સુધી પહોંચ્યો હતો. અને આજદિન સુધી તેઓ માત્ર ભરોસો જ આપતા રહ્યા હતા. આખરે સમગ્ર મામલે ઉપરની ઓફિસે જાણ કરવામાં આવતા તેમણે પોલીસ ફરિયાદ દાખલ કરવા જણાવ્યું હતું. આખરે રૂ. 12.82 લાખની લોન લઇને સોનું જમા ના કરાવી આચરવામાં આવેલી ઠગાઇ મામલે ડભોઇ પોલીસ મથકમાં દિપકભાઇ ભરતભાઇ ભોજવાણી (રહે. વડોદરી ભાગોળ, ડભોઇ ટાઉન, વડોદરા ગ્રામ્ય) સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
You may like
-
ગેરકાયદેસર ખનન કરી રહેલા ખનીજ માફિયાઓએ કોંગી આગેવાનને ધમકી આપી: માફિયાઓ બેફામ
-
ડભોઇ: બેકાબુ થયેલી કાર પંચરની દુકાનમાં ઘૂસી ગઈ
-
“તિલક વગર કોઇ દેખાય તો ઉંચકીને બહાર કાઢો”, ધારાસભ્યની સાફ વાત
-
ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા નીકળ્યું ખાણખનીજ વિભાગ: 29 હજાર મેટ્રીક ટન રેતીનું ગેરકાયદે ખનન થઈ ગયું
-
ડભોઇ: માતાએ માનવતા લજવી, નવજાત બાળકને કેનાલ પર તરછોડ્યું
-
ડભોઇ: ખેડવા આપેલુ ખેતર પચાવી પાડતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ