પોલીસે સોનાની વિંટી,ફોન સહિત રૂ. 86 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
- શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરી રહી હતી.પકડાયેલો રીઢો ચોર હસમુખ ઉર્ફે બાટલો ચંદુભાઇ પટેલ ( રહે.બ્રહ્માનગર-1, વુડા સામે ખોડીયારનગર પાંજરાપોળ રોડ વડોદરા)
- આરોપી પાસેથી રૂપિયા 86 હજારનો મુદ્દામાલ કબજે કર્યો
દુકાનદારની નજર ચુકવી જવેલર્સની દુકાનમાંથી સોનાની વિંટી અને વારશિયાની દુકાનના કાઉન્ટર પરથી મોબાઇલ ફોનની ઉઠાંતરી કરનાર રીઢા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા સોનાની વીટી અને મોબાઇલ સહિત રૂ 86 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
વડોદરા શહેરમાં બનતા મિલ્કત સંબંધી ગુનાઓ અટકાવવાની અને આ મિલ્કત સંબધી ગુનાઓ કરતા ઇસમોને શોધી કાઢી મિલ્કત સંબંધી ગુનાઓ ડીટેકટ કરવાની સૂચના પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર તથા અધિક પોલીસ કમિશ્નર ડૉ.લીના પાટીલ તરફથી મળી હતી.
જેના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ મિલ્કત સંબધી ગુનાઓ કરતાં ઇસમોને ઝડપી પાડવા માટે શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરી રહી હતી. તે દરમિયાન ટીમના માણસો પાણીગેટ શાસ્ત્રીબાગ રોડ ઉપર આવતા અગાઉ મિલ્કત સંબધી ગુનાઓમાં પકડાયેલો રીઢો ચોર હસમુખ ઉર્ફે બાટલો ચંદુભાઇ પટેલ ( રહે.બ્રહ્માનગર-1, વુડા સામે ખોડીયારનગર પાંજરાપોળ રોડ વડોદરા)નો જણાઈ આવ્યો હતો અને આ ઇસમ પોલીસ ટીમને જોઇ ઉતાવળા પગે ચાલી નાશવાની કોશીશ કરતો શંકાસ્પદ જણાતા તેને ઉભો રખાવી તેની ઝડતીમાં મોબાઈલ ફોન તથા એક સોનાની વીંટી મળી આવતા તેની પાસે બિલ માગતા ન હોય ગલ્લા તલ્લા કરી ઉડાઉ જવાબ આપતો હતી.
જેથી આ ઇસમ ઉપર વધુ શંકા જતા આ ઇસમની સઘન પુછપરછમાં ઇસમે આર્થિક ફાયદા આજથી આશરે બે દિવસ પહેલા બપોરના બારેક વાગે માંડવી એમ,જી.રોડ પરની એક સોના-ચાંદીની દુકાનમા ગ્રાહકોની ભીડનો લાભ લઈ દુકાનદારની નજર ચુકવી દુકાનના કાઉન્ટર ઉપરથી સોનાની વીટી ચોરી કરેલા અને એક દિવસ પહેલા વારસીયા રીંગ રોડ શ્રીજીપાર્ક શોપીંગ સેન્ટર પાસે રાત્રીના સાડા આઠ વાગે એક દુકાનના કાઉન્ટર ઉપરથી મો.ફોનની ચોરી કરી કરેલાની અને તેની પાસેથી મળેલ સોનાની વિંટી અને ફોન આ ચોરી કરી મેળવેલાનુ જણાતા મળેલ સોનાની વિંટી અને મો.ફોનને તપાસ અર્થ કબજે કરી આ ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી હાથ ધરી છે.
આ સોનાની વિંટી ચોરી બાબતે વાડી પોલીસે સ્ટેશનમાં અને ફોન ચોરી બાબતે વારશિયા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો નોંધાયેલ હોય આ અંગે બન્ને પોલીસ સ્ટેશનને જાણ કરી વધુ તપાસ માટે સોંપવાની કાર્યવાહી કરી છે. પોલીસે સોનાની વિંટી,ફોન સહિત રૂ. 86 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.