Connect with us

Vadodara

પ્રસંગમાં રેલમછેલ મામલે ફરિયાદ, DCP એ આપી માહિતી

Published

on

  • હાલમાં વીડિયોના આધારે તપાસ કરવામાં આવી છે. આ મામલે માંજલપુર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે – DCP



તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા વર્તુળમાં એક પ્રંસગનો વીડિયો વાયરલ થઇ રહ્યો  છે. વાયરલ વીડિયોમાં પ્રાથમિક દ્રષ્ટિએ પ્રસંગમાં મોટી બોટલમાંથી નાની-નાની બોટલમાં દારૂ ભરવામાં આવી રહ્યો હોવાનો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે. આ જોતા જ લોકો વચ્ચે તરહ-તરહના સવાલોએ સ્થાન લીધું હતું. વીડિયો વાયરલ થતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી છે. અને માંજલપુર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક વીડિયો પરથી કંઇ પણ સ્પષ્ટ થતું નહીં હોવાનું ડીસીપી અભિષેક ગુપ્તાનું મીડિયાને કહેવું છે.



DCP અભિષેક ગુપ્તાએ મીડિયાને જણાવ્યું કે, એક વીડિયો વાયરલ થયો છે. તે મામલે જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વીડિયો કઇ જગ્યાનો, ક્યારને બનાવ છે, ક્યાંનો બનાવ છે, તે બાબતે હાલ પોલીસ તપાસ કરી રહી છે. તેની તપાસમાં એલસીબી, પોલીસ મથક તથા અન્ય જવાનોને કામે લગાડવા ટીમ બનાવવામાં આવી છે. વીડિયો વાયરલ થયો છે, વીડિયો જોતા જગ્યાનો અંદાજો લગાડી શકાયો નથી, આ કોની જગ્યાએ બનાવ બન્યો છે, તે ઓળખી શકાયું નથી. તે બાબતે હાલમાં વીડિયોના આધારે તપાસ કરવામાં આવી છે. આ મામલે માંજલપુર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. અને ત્યાંથી તપાસ શરૂ કરવામાં આવી છે. વીડિયોમાં પ્લાસ્ટીકની બોટલો દેખાઇ રહી છે. તે સિવાઇ કંઇ પણ ક્લિયર થઇ નથી રહ્યું.



વધુમાં તેમણે જણાવ્યું કે, કઇ જગ્યાનું છે, તે સ્પષ્ટ નથી થઇ રહ્યું. તે થયા બાદ સીસીટીવી મેળવવામાં આવશે. અને ત્યાર બાદ વધુ માહિતી મેળવવામાં આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ કઇ બ્રાન્ડ અને વસ્તુની બોટલો છે, તે સ્પષ્ટ થઇ રહ્યું નથી. તે જગ્યાએ જઇશું, અને મુદ્દામાલ મળશે, ત્યારે ખબર પડશે. સંભવિત જગ્યાઓ પર ટીમો મોકલી રહ્યા છીએ.

Advertisement

Vadodara7 hours ago

“શું આ છે ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ?” : NIAનો GIDC અને GETCO સામે ગંભીર આરોપ, 300 વીજ પુરવઠા વગર કંપનીઓ ઠપ

Vadodara2 days ago

ભૂગર્ભમાં ટાંકી ઉતારીને ગેરકાયદેસર ધમધમતા મીની ડીઝલ પંપ પર SOG પોલીસના દરોડા

Vadodara3 days ago

દર ચોમાસાની સમસ્યા: વડોદરા પાસે જાંબુઆ બ્રિજથી પોર તરફ જતા હાઇવે પર ચક્કાજામ

Vadodara3 days ago

પોતાને પાણીદાર ગણતા નેતા સમર્થિત ઉમેદવારોને જીલ્લાની પ્રજાએ પાણી ભરતા કરી દીધા, ગ્રામ્ય મતદારોની સમજણને સલામ!

Vadodara3 days ago

GMERS કોલેજમાં ભણતા બે તબિબિ વિદ્યાર્થીઓ અંકોડિયા નજીક કેનાલમાં ડૂબી જવાથી મોત

Vadodara4 days ago

ખોદેલા ખાડાએ એક યુવાનનો ભોગ લીધો, રીક્ષા પલ્ટી જતા રીક્ષા ચાલકનું મોત

Vadodara1 week ago

ફરી બોગસ બર્થ સર્ટિફિકેટ મળી આવ્યું, વોર્ડ કચેરીએ શખ્સની અટકાયત

Savli1 week ago

સાવલી અને સુરેન્દ્રનગરમાં 14 મતદારના નામો સરખા હોવાના આરોપથી ખળભળાટ

Vadodara11 months ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara11 months ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara11 months ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Padra11 months ago

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Savli11 months ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

Padra2 years ago

પાદરા ચોક્સી બજારમાં બે બુરખાધારી મહિલાઓ ગ્રાહક બની ચોક્સીની દુકાનમાંથી દાગીના સેરવી ફરાર, એક મહિલા ઝડપાઇ

Vadodara4 months ago

ફાટીને ધુમાડે ગયેલા નગરસેવકો?: સાથી કોર્પોરેટરે ટોણો મારતા મહિલા સભાખંડની બહાર નીકળ્યા

Vadodara4 months ago

વગર વરસાદે વિસ્તારમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા અનોખો વિરોધ

Vadodara7 months ago

તળાવોના બ્યુટીફીકેશનમાં નડતરરૂપ દબાણોને નોટીસ ફટકારાશે

Vadodara11 months ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara11 months ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara11 months ago

મકરપુરા GIDCમાં વિજ થાંભલો નાંખતા સમયે બે કામદારોને કરંટ લાગતા ઇજાગ્રસ્ત

Vadodara11 months ago

વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં 40 લાખનું કૌભાંડ!, તપાસના આદેશ અપાયા

Vadodara12 months ago

વડોદરાના માંજલપુર શ્રેયસ સ્કૂલ પાસે એમ્બ્યુલન્સ ચાલકે વૃદ્ધ મોપેડ સવારને અડફેટે લઈને ગંભીર ઇજાઓ પહોંચાડી

Trending