Vadodara

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની યુવતી પર વિધર્મી યુવાન દ્વારા અવારનવાર દુષ્કર્મ

Published

on

  • સોશિયલ મીડિયા પર સંપર્કમાં આવ્યા બાદ મિત્રના ઘરે લઈ જઈ અવારનવાર કુકર્મ કર્યું

ભાઈલી વિસ્તારમાં સગીરા પર સામૂહિક બળાત્કારની ઘટના બાદ ગઈકાલે મોડી રાત્રે માંજલપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક યુવતીએ બળાત્કાર થયાની પોલીસ ફરિયાદ આપતા આરોપીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાની એક યુવતી મકરપુરા વિસ્તારના યુવક સાથે સંપર્કમાં આવી હતી અને તે યુવતીને પટાવીને બેથી ત્રણ વખત આરોપીએ તેના મિત્રના ઘરે લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. તે બાદ નવરાત્રી દરમિયાન યુવતીને કોઈને કોઈ બહાના હેઠળ હેરાનગતિ કરવામાં આવતી હતી.

આ અંગે યુવતીએ તેની માતાને જાણ કરતા ગઈકાલે મોડી રાત્રે ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી યુવતીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે મકરપુરા વિસ્તારમાં રહેતા વાજીદશા દિવાન નામના યુવકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

યુવતી દ્વારા પોલીસમાં આપેલી ફરિયાદમાં છેલ્લા કેટલાક દિવસથી સાજીદશા દીવાન હેરાન કરતો હતો. એટલું જ નહીં છેલ્લા કેટલાક વખતથી સંપર્કમાં આવ્યા બાદ આરોપી સાજીદશા દીવાને તેના મિત્રને ઘરે લઈ જઈ બે વખત દુષ્કર્મ આચર્યું હતું. આ અંગે એસીપી પ્રણવ કટારીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે યુવતીની માતાએ ફરિયાદ આપી હતી કે, મકરપુરા વિસ્તારમાં રહેતા યુવક સાથે મારી દીકરીનો સંપર્ક ઇન્સ્ટાગ્રામ પર થયો હતો અને તેની સાથે અવારનવાર જતી હતી. દરમિયાન મકરપુરાના યુવકે તેણીને પટાવી ફોસલાવી દુષ્કર્મ આચર્યું છે અને નવરાત્રી દરમિયાન પણ તેને હેરાન પરેશાન કરી રહ્યો છે. ફરિયાદના આધારે તાત્કાલિક અસરથી પોલીસે મકરપુરાના સાજીદશા દિવાનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Trending

Exit mobile version