Connect with us

Vadodara

વોર્ડવિઝાર્ડ મેડીકેર સાથે 28.47 કરોડની છેતરપિંડી કરનાર CEO ડો. સંતોષકુમાર ગઢવી સામે આખરે ગુન્હો નોંધાયો

Published

on

  • કરાર આધારિત CEO ડો. સંતોષકુમારે ખોટા પરચેઝ ઓર્ડર બનાવી બેંક ખાતા માંથી મોટી રકમો ટ્રાન્સફર કરી
  • 14 જેટલી અલગ અલગ કંપનીઓને ભંગાર અને રીફર્બીશ મેડીકલ સાધનો માટે નવા સાધનો કરતા વધુ કિંમત ચૂકવી
  • કંપનીને ઓર્ડર આપ્યા બાદ કટકીની કરોડોની રકમ પોતાના મળતિયાઓના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવતો
  • હોસ્પિટલના ડ્રાઈવર અને સ્વીપરના નામે બેંક એકાઉન્ટ ખોલાવીને નાણાકીય ઉચાપત કરી હોવાનું સામે આવ્યું

વડોદરા સહીત મધ્ય ગુજરાતમાં હોસ્પિટલ નેટવર્ક ધરાવતી કંપની વોર્ડવિઝાર્ડ મેડીકેરના CEO દ્વારા 28. 47 કરોડની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ વડોદરા ક્રાઈમ બ્રાંચ ખાતે કપનીના CFO દ્વારા નોંધાવવામાં આવી છે. જેમાં વોર્ડવિઝાર્ડ મેડીકેરના CEO ડો. સંતોષકુમાર ગઢવીએ હોસ્પિટલ માટે હલકી ગુણવત્તાના તેમજ આઉટડેટેડ અને રીફર્બીશ મેડીકલ સાધનો ખરીદીને તેના બદલામાં કંપની માંથી વધુ નાણાં અલગ અલગ પેઢીઓને ચૂકવ્યા હતા. આ ગેરરીતીનો આંકડો 28. 47 કરોડ સુધી પહોચ્યો હતો.

વોર્ડવિઝાર્ડ મેડીકેર પ્રાઈવેટ લીમીટેડના CFOએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓની કંપનીએ ડો. સંતોષકુમાર ગઢવીને સેન્સ હેલ્થકેર તરફે વોર્ડવિઝાર્ડ મેડીકેરના કરાર આધારિત CEO તરીકે નિમણુક કરી હતી. એપ્રિલ 2025માં કંપનીને ધ્યાનમાં આવ્યું કે, ડો. સંતોષ કુમાર ગઢવીએ મોટા ભાગના પરચેઝ ઓર્ડર એક નિશ્ચિત તારીખ 26-08-2023ના રોજ જ બનાવેલા હતા. જે પરચેઝ ઓર્ડર ઓર્ડર ખાસ કરીને એસેટ અને મેડીકલ સાધનોની ખરીદી સંબંધિત હતા. જે તમામ વ્યવહારો વોર્ડવિઝાર્ડ મેડીકેરના CEO ડો. સંતોષકુમાર ગઢવીની દેખરેખ અને મંજુરીથી થયેલા હતા.

એપ્રિલ 2022થી જાન્યુઆરી 2025 સુધીમાં અલગ અલગ 14 જેટલી કંપનીઓને ખોટા પરચેઝ ઓર્ડર આપીને વોર્ડવિઝાર્ડ મેડીકેરના બેંક એકાઉન્ટ માંથી મસમોટી રકમ કંપનીઓમાં ટ્રાન્સફર કરી દઈને જુના તેમજ રીફર્બીશ સાધનો હોસ્પિટલમાં લાવીને મોટી ઉચાપત કરવામાં આવી હતી. આ ઉચાપતની રકમ 28 કરોડ ઉપરાંત પહોચી હતી. જ્યાં જરૂરી પુરાવાઓ પરચેઝ ઓર્ડર અને તકલાદી સાધનો પધરાવ્યા હોવાના પુરાવા સાથે વડોદરા ક્રાઈમ બ્રાંચમાં અરજી કરતા ક્રાઈમ બ્રાન્ચે ડો. સંતોષકુમાર ગઢવી વિરુદ્ધ 28 કરોડની છેતરપિંડીનો ગુન્હો નોંધીને શોધખોળ શરુ કરી છે.

ઠગ ડોકટરે ફરિયાદ નોંધાતા પહેલા કોર્ટમાં આગોતરા જામીન મુક્યા
વોર્ડવિઝાર્ડ મેડીકેરના CEO ડો. સંતોષકુમાર ગઢવી વિરુદ્ધ વડોદરા પોલીસના ઇકો સેલ દ્વારા તપાસ ચાલી રહી હતી. જયારે આ કેસમાં પોતાની ધરપકડ થશે તેમ જણાતા આરોપી ડોકટરે કોર્ટમાં આગોતરા જામીન મુક્યા હતા. કોર્ટમાં રજુ કરેલા આગોતરા જામીનની સુનાવણીમાં સરકારી વકીલે રજૂઆત કરી હતી કે ,આરોપીના વિરુદ્ધ પ્રાથમિક તબક્કે 6.54 કરોડની મોટી રકમની છેતરપિંડીના પુરાવાઓ મળ્યા છે. આ રકમ આરોપી ડો સંતોષ ગઢવીએ મળતિયાઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હોવાના પુરાવાઓ પણ સામે આવ્યા છે. આ સાથે હોસ્પિટલના ડ્રાઈવર, સ્વીપર જેવા કર્મચારીઓના નામે ખોટા બેંક ખાતા ખોલાવી GST ભર્યા વગર સરકારી તિજોરીને નુકશાન પહોચાડીને નાણા અંગત ઉપયોગમાં લીધા હોવાના પણ દસ્તાવેજો મળ્યા છે. આરોપીના કસ્ટોડીયલ ઇન્ટ્રોગેશનની જરૂરિયાત છે. જે રજૂઆત સાંભળ્યા બાદ ઠગ ડોક્ટરના આગોતરા જામીન અરજી નામંજૂર કરવામાં આવ્યા હતા.

Editor's Exclusive2 hours ago

બરોડા ડેરીના હયાત પ્રમુખ-ઉપપ્રમુખ પર રાજ્ય સહકાર વિભાગે 76(B)ની નોટિસ ઈશ્યુ કરી,વાંચો સમગ્ર નોટિસ

Vadodara4 hours ago

વડોદરા: લહેરીપુરા ન્યુ રોડ પર પ્લાસ્ટિક અને એઠવાડના ગંજ, નિયમિત સફાઈ અને કચરાપેટીની માંગ.

Vadodara4 hours ago

વડોદરાના ફતેપુરામાં ધૂળેટીના દિવસે  જૂની અદાવતને લઈ લોહિયાળ ખેલ ખેલાયો

Madhya Gujarat5 hours ago

મહીસાગરના પાણીમાં ‘ઝેર’! માછલીઓના શિકાર માટે ખેલાતો મોતનો ખેલ, લાખો લોકોના આરોગ્ય સામે જોખમ

Savli1 day ago

સાવલી: હોળી પર્વે સધાપુરા ગામમાં માતમ, કેસૂડાના ફૂલ પાડવા ગયેલા યુવકનું વીજ કરંટથી મોત

Vadodara2 days ago

ગંદકી કરનારા સાવધાન! સયાજી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં ‘વન પેશન્ટ, વન રિલેટિવ’નો કડક અમલ

Vadodara2 days ago

પાડોશી જ નીકળ્યો વાહનચોર! અકોટામાં પોતાના જ એપાર્ટમેન્ટમાંથી મોપેડ ચોરનાર શખ્સને ક્રાઇમ બ્રાન્ચે દબોચ્યો

Padra2 days ago

માનવતાના રંગે રંગાયું વડોદરા: ‘અપંગ ના ઓજસ’ સંકુલમાં દિવ્યાંગ બાળકો સાથે હોળી-ધુળેટીની ભવ્ય ઉજવણી

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Karjan-Shinor3 days ago

યમરાજ બનીને રોંગ સાઈડમાં દોડી સરકારી બસ! કરજણ હાઈવે પર મુસાફરોનો જીવ અધ્ધર

Vadodara3 days ago

વડોદરા: બેફામ બાઇક ચાલકે બે યુવતીઓને લીધી અડફેટે; અકસ્માતના હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે

Savli1 week ago

તમારા ખિસ્સામાં રહેલી ₹500ની નોટ અસલી છે કે નકલી? આસોજમાં પકડાયુ નકલી નોટો નું ‘મિની છાપખાનું’!

Vadodara3 weeks ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara3 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara4 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara4 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Trending