વડોદરાના કલાલી વિસ્તારમાં કૌટુંબિક ઝઘડાએ હિંસક વળાંક લીધો છે. શહેરના જાણીતા બિલ્ડર ધવલ ઠક્કર સામે તેમની પત્નીએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગંભીર આક્ષેપો સાથે ફરિયાદ નોંધાવી છે. દીકરીને મળવા બાબતે થયેલી તકરારમાં પતિએ પત્નીને જાહેરમાં ‘ચપ્પુથી મારી નાખવાની’ ધમકી આપતા ચકચાર મચી ગઈ છે.
- ઘટનાની પૃષ્ઠભૂમિ: વડોદરાના કલાલી સ્થિત આકૃતિ ડુપ્લેક્સમાં રહેતા નમ્રતાબેન ઠક્કરના લગ્ન 15 વર્ષ અગાઉ અકોટાની એસોસિયેટ સોસાયટીમાં રહેતા બિલ્ડર ધવલ દીપકભાઈ ઠક્કર સાથે થયા હતા. જોકે, છેલ્લા કેટલાક સમયથી ઘરકંકાસને કારણે નમ્રતાબેન પોતાના 11 વર્ષના પુત્ર સાથે પિયરમાં રહે છે, જ્યારે તેમની 14 વર્ષની દીકરી પિતા પાસે છે.
- સ્કૂલ કેમ્પસમાં હંગામો: આજે સવારે જ્યારે નમ્રતાબેન તેમના પુત્રને લઈને સ્કૂલે ગયા હતા, ત્યારે ત્યાં પતિ ધવલ ઠક્કર દીકરી સાથે હાજર હતા. નમ્રતાબેને તેમના પુત્રને પિતાને મળવા દીધો, પરંતુ જ્યારે તેઓ પોતે દીકરીને મળવા ગયા, ત્યારે ધવલભાઈ ઉશ્કેરાઈ ગયા હતા. રિસેપ્શન પાસે જ તેમણે પત્ની સાથે ગાળાગાળી કરી ઝઘડો શરૂ કર્યો હતો.
- ગંભીર ધમકી: ફરિયાદ મુજબ, ધવલ ઠક્કરે પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, સ્કૂલના દરવાજા પાસે પત્નીને રોકીને તેમણે ડરાવતા કહ્યું કે, “મારી પાસે લાયસન્સવાળી બંદૂક છે, પણ અત્યારે લાવ્યો નથી, તને ચપ્પુથી મારી નાખીશ!”
- 🚨પોલીસ કાર્યવાહી: અત્રે ઉલ્લેખનીય છે કે બે મહિના અગાઉ પણ મારામારીની ઘટના અંગે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. હાલમાં, આ તાજી ઘટના અંગે નમ્રતાબેને અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બિલ્ડર પતિ વિરુદ્ધ કાયદેસરની તપાસ હાથ ધરી છે.
🧐ભરબજારમાં અને શૈક્ષણિક સંકુલમાં બનેલી આ ઘટનાએ મહિલાઓની સુરક્ષા અને પારિવારિક વિખવાદોના ગંભીર સ્વરૂપ પર સવાલ ઉભા કર્યા છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ મામલે શું કડક પગલાં ભરે છે.