Connect with us

Vadodara

મીની નદી પરનો બ્રિજ સદંતર બંધ કરાયો, પતરાં મારતા ઉદ્યોગોમાં ચિંતા

Published

on

  • નંદેસરીના ઉદ્યોગોને જ માલ-મશીનની અવર-જવરમાં વધારે સમય લાગશે તેવો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે
  • મીની નદી પરનો બ્રિજ દુરસ્ત કરવા માટે અવર-જવર બંધ
  • ઉદ્યોગો અને સ્થાનિકો માટે મહત્વનો બ્રિજ બંધ કરાયા ચિંતા
  • સ્થાનિકો પણ નોકરીએ જવા માટે આ બ્રિજનો ઉપયોગ મોટા પ્રમાણમાં કરે છે

ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યભરમાં તમામ બ્રિજોની ચકાસણી કરવામાં આવી હતી. દરમિયાન જે કોઇ બ્રિજ જોખમી જણાય તો તેનું રીપેરીંગ કાર્ય કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ કામગીરી અંતર્ગત અનેક બ્રિજો પરથી વાહનોની અવર જવર પર રોક લગાવી દેવામાં આવી છે. આ વચ્ચે વડોદરાના નંદેસરી ઉદ્યોગોના કર્મચારીઓની અવર-જવર મહત્વનો ગણાતો મીની નદી પરનો બ્રિજ  આજે સાંજે સદંતર બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજ બંધ કરી દેવામાં આવતા હવે નંદેસરીના ઉદ્યોગોની મુશ્કેલીઓ વધશે. આ બ્રિજ બંધ કરાતા હવે અન્ય બે વૈકલ્પિક માર્ગે અવર જવર કરી શકાશે.



નંદેસરીમાં મીની નદી પર નવો બ્રિજ બનાવવાના કાર્યનું ખાતમૂહુર્ત ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું. આ વાતને મહિનાઓ વિતી ગયા છતાં કામગીરી ચાલું નહીં થઇ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આ વચ્ચે મીની નદી પરના હાલના કાર્યરત બ્રિજની હાલત દિવસેને દિવસે ચિંતાજનક થતી જતી હતી. આ વચ્ચે આજે મોડી સાંજે મીની નદી પરના બ્રિજ પર બંને તરફ પતરા મારીને તેને બંધ કરી દેવામાં આવ્યો છે. આ બ્રિજ પરથી કોઇ પણ વાહન પસાર નહીં થઇ શકે. જેને પગલે ઉદ્યોગોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ નંદેસરી જીઆઇડીસીમાં આવેલી કંપનીઓમાં કામ પર આવતા કર્મચારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. અને હવે તેમણે ફરી ફરીને કામ પર અવર-જવર કરવી પડશે.



સુત્રોના જણાવ્યા અનુસાર, મીની નદી પરનો બ્રિજ બંધ કરવામાં આવતા હવે ગેટ નં – 7 થઇને રામગઢ અને ત્યાંથી અનગઢ થઇને નંદેસરી પહોંચી શકાશે. જ્યારે બીજા રૂટ પ્રમાણે નંદેસરીથી હાઇવે થઇને રેલવે ફાટક વાળા રસ્તે અવર-જવર કરી શકાશે. પહેલો રૂટ ગામમાંથી પસાર થતો હોવાથી અગાઉની જેમ સ્થાનિકોના વિરોધનો ભય છે. તો બીજા રૂટ પરથી રેલવેની લાઇનો નાંખેલી હોવાથી ઉંચા ભારદારી વાહનોને લઇ જવામાં જોખમ છે. બ્રિજનું સમારકામ ક્યાં સુધી પૂર્ણ થશે તે અંગે કોઇ જાણકારી આપવામાં આવી નથી. જેને પગલે સ્થાનિકો અને ઉદ્યોગો બંને અનિશ્ચિત કાળ સુધી ચિંતામાં રહેશે તે નક્કી છે.

Continue Reading
Vadodara7 hours ago

VMC ની ‘અણઘડ’ કામગીરીનો નમૂનો; વાઘોડિયા રોડ પર લાઈન રિપેરિંગ બાદ યોગ્ય પુરાણ ન થતા ઈંટો ભરેલી ટ્રક ખાડામાં ફસાઈ

Vadodara8 hours ago

વડોદરામાં ચૂંટણીનો શંખનાદ: ભાજપની મધ્ય ઝોનની મહત્વની બેઠક, તો કોંગ્રેસે આઠ તાલુકાના પ્રભારીઓ મેદાને ઉતાર્યા

Vadodara9 hours ago

300 કરોડની લોનનું સપનું બતાવી છેતરપિંડી કરનાર  ‘કમિશનખોર’ નયના મહીડાના જામીન નામંજૂર

Vadodara9 hours ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Vadodara10 hours ago

કાયદાના સકંજામાં ફરાર કેદી: 10 દિવસની રજા માણી જેલના બદલે ઘરે ગયેલા પ્રવિણ તડવીને પોલીસે જેલ ભેગો કર્યો

Vadodara12 hours ago

અસહ્ય પીડા અને આત્મહત્યા: વડોદરામાં બીમારીથી કંટાળી પરિણીતાએ ગોરવા હાઈટ્સના 11મા માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું

Vadodara13 hours ago

શર્મસાર વડોદરા: પોતાની જ બહેનની બહેનપણીને નરાધમે પીંખી નાખી, માંજલપુર પોલીસ મથકે લોકોના ટોળા ઉમટ્યા

International14 hours ago

વિશ્વ યુદ્ધની દસ્તક? ઈરાનના ન્યુક્લિયર પ્લાન્ટ પર 10 બોમ્બ ઝીંકાયા, અમેરિકી બેઝ પર ઈરાનનો વળતો હુમલો.

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Tech6 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact6 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Tech5 months ago

AI સાથે ‘લાસ્ટ કન્વર્ઝેશન’? ChatGPT પર જીવન સમાપ્ત કરતી વાતો કરે છે કરોડો યુઝર્સ

Vadodara9 hours ago

વડોદરા: વડસરની માતૃકા રેસીડન્સીમાં હાઈવોલ્ટેજ ડ્રામા; બિલ્ડિંગ પર ચઢેલા યુવાનનું ફાયર અને પોલીસે દિલધડક રેસ્ક્યુ કર્યું

Vadodara1 day ago

બ્યુટિફિકેશન કે ભ્રષ્ટાચાર? દંતેશ્વર તળાવની દુર્ગંધે રહીશોનું જીવવું હરામ કર્યું;ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોંગ્રેસ મેદાનમાં

Dabhoi1 day ago

ડભોઇ રેલવે સ્ટેશન: ‘સ્વચ્છ ભારત’ ના દાવા પોકળ? 3 દિવસથી શૌચાલયોને તાળા, દિવ્યાંગો અને મહિલાઓ ભારે પરેશાન

Vadodara2 days ago

વડોદરા: રાણોલી GIDC માં ભીષણ આગનું તાંડવ; પ્લોટ નંબર 219 માં અફરાતફરી, પોલીસ અને ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ

Dabhoi2 days ago

વડોદરા: બરોડા ડેરીના ટેન્કરમાંથી રસ્તા પર વહી દૂધની નદીઓ; ડ્રાઈવરની ઘોર બેદરકારી,100 લિટર દૂધનો બગાડ

Vadodara3 days ago

વડોદરા: ઝોન-2 ના 6 પોલીસ સ્ટેશનોના લાખોની કિંમતના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું; કોયલી ચેકપોસ્ટ પાસે કરાયો નાશ

Vadodara1 week ago

વડોદરા: સુસેન રોડ પર કોર્પોરેશનનું ‘વન ડે વન રોડ’ અભિયાન, નોટિસ વિનાની કાર્યવાહીથી વેપારીઓ લાલઘૂમ.

Vadodara1 week ago

વડોદરા: તુલસીવાડીમાં યુવક પર તલવાર-ગુપ્તીથી હુમલો, હોસ્પિટલમાં પણ હુમલાખોરનો આતંક!

Trending