Vadodara

AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને મેડિકલ ચેકઅપ અર્થે SSG હોસ્પિટલ લવાયા

Published

on

  • ચૈતર વસાવાની ધરપકડ બાદ તેના સમર્થકો દ્વારા ગાડી રોકવાના પ્રયાસો કરતા ભારે જહેમતે વધુ કાર્યવાહી અર્થે લઇ જવા પડ્યા
  • આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિવાદમાં આવ્યા છે
  • ચૈતર વસાવાએ લાફાવાળી કરતા પોલીસે ધરપકડ કરી છે
  • ચૈતર વસાવાને વડોદરાની હોસ્પિટલમાં તપાસ અર્થે લાવવામાં આવ્યા છે

તાજેતરમાં દેડિયાપાડા પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ સંજય વસાવા વચ્ચે લાફાવાળી થઇ હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. આજે તેઓનો રાજપીપળા ખાતેની કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે. ત્યાર બાદ તેમને વડોદરા ખાતે આવેલી એસએસજી હોસ્પિટલ માં મેડિકલ ચેકઅપ અર્થે લાવવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં ચૈતર વસાવાના સમર્થકો હાજર રહે તેવી શક્યતાઓને ધ્યાને રાખીને હોસ્પિટલ પરિસલને છાવણીમાં તબદીલ કરી દેવામાં આવ્યું છે.

તાજેતરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને તાલુકા પંચાયત પ્રમુખ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ લાફાવાળી થઇ હતી. તે બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. ચૈતર વસાવાની ધરપકડ બાદ તેના સમર્થકો દ્વારા ગાડી રોકવાના પ્રયાસો કરતા ભારે જહેમતે ચૈતર વસાવાની વધુ કાર્યવાહી અર્થે લઇ જવા પડ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. આજે ચૈતર વસાવાને રાજપીપળાની કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે. જ્યાંથી તેમના રિમાન્ડ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. જો કે, કોર્ટે રિમાન્ડ અને જામીન બંને નકારી કાઢ્યા હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે. ત્યાર બાદ મેડિકલ ચેકઅપ અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. જ્યાં હાલ તેમનું મેડિકલ ચેકઅપ ચાલી રહ્યું છે. ચૈતર વસાવાને વડોદરાની સેન્ટ્રલ જેલ ખાતે રાખવામાં આવનાર હોવાનું સુત્રોએ ઉમેર્યું છે.

ચૈતર વસાવાના સમર્થકો મોટી સંખ્યામાં એસએસજી હોસ્પિટલ ખાતે આવી પહોંચવાની સંભાવનાઓને ધ્યાને રાખીને પરિસરને છાવણીમાં તબદીલ કરી દેવામાં આવ્યું છે. સાથે જ અન્ય કોઇ દર્દી અથવા તેમના સગાને તકલીફ ના પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સુત્રોએ ઉમેર્યું કે, આવતી કાલે ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઇટાલિયા કોર્ટમાં તેમની જામીન અરજી મુકી શકે છે. જો કે, આ અંગે સત્તાવાર રીતે કોઇ માહિતી પ્રાપ્ત થઇ શકી નથી.

Advertisement

Advertisement

Trending

Exit mobile version