Vadodara

ફતેગંજમાં પેસેન્જર તરીકે કારમાં બેઠેલો યુવક ડ્રાઈવરને પડીકી લેવા મોકલી કાર લઈને ફરાર

Published

on

ફતેગંજ વિસ્તારમાં કાર ચોરીની ઘટના સામે આવી.રાહુલ વસાવા નામના યુવકે પેસેન્જર તરીકે કારમાં પ્રવેશ કર્યો.

  • રૂ.1200 ભાડા પર કાયાવરોહણ જનાર યુવકે દસ્તાવેજ શોધવાના બહાને રોકાયો હતો.
  • બાદમાં ફતેગંજમાં ચા પીધા પછી ડ્રાઈવરને પડીકી લેવા મોકલ્યો.રાત્રે 11:30 વાગ્યે કાર લઈને ફરાર થઈ ગયો.
  • સાવલીના અમીરપુરાના ગજેન્દ્રસિંહ ચૌહાણે પોલીસમાં ફરિયાદ નોંધાવી.

વડોદરામાં ફરી એક વાર ઠગાઈની ઘટના સામે આવી છે. ફતેગંજ વિસ્તારમાં પેસેન્જર તરીકે કારમાં બેઠેલા એક યુવકે ડ્રાઇવરને પડીકી લેવા મોકલી કાર લઈને ચંપત થયો હતો.મળી રહેલી માહિતી પ્રમાણે, સાવલી તાલુકાના અમીરપુરા ગામના રહેવાસી ગજેન્દ્રસિંહ ચૌહાણે પોલીસમાં આપેલા નિવેદનમાં જણાવ્યું કે તેમની ઈકો કાર તેમના ભાઈ વિરેન્દ્ર ચલાવતા હતા.

વિરેન્દ્ર નિઝામપુરા વિસ્તારમાં હતા ત્યારે રાહુલ વસાવા નામનો યુવક પેસેન્જર તરીકે કારમાં બેઠો હતો અને રૂ.1200 ભાડા નક્કી કરીને કાયાવરોહણ સુધી ગયો હતો.ત્યારબાદ બંને ફતેગંજ આવ્યા થયા જ્યાં ચા પીધી હતી. થોડા સમય પછી રાહુલે કાર ચલાવવા માંગતા કહી વિરેન્દ્રને પડીકી લેવા મોકલ્યો, પરંતુ રાત્રે 11:30ના સમયે તે કાર લઈને ફરાર થઈ ગયો હતો.ફતેગંજ પોલીસે ગાડી ચોરીના ગુનામાં તપાસ હાથ ધરી છે અને આરોપીની શોધખોળ શરૂ કરી છે.

Trending

Exit mobile version