Vadodara

ગોત્રી પ્રિયા ટોકીઝ પાસે કારમાં બાઇક અથડાતા બાઇકસવાર યુવકનું મોત થયું

Published

on

કારની પાછળના ભાગમાં બાઇક ધડાકાભેર અથડાઇ હતી. પૂરઝડપે આવી રહેલી બાઇકને કારણે કારની એરબેગ પણ ખૂલી ગઇ હતી. જ્યારે કારની પાછળના ભાગમાં બાઇકનું ટાયર ખૂંપી ગયું હતું

  • મોટિવેશનલ સ્પીકર કારમાં ઘરે જઈ રહ્યા હતા, બાઇક પાછળ બેઠેલો યુવક ઘાયલ
  • 3 દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં 4 અકસ્માતોમાં 4 લોકોનાં મોત
  • કારની એરબેગ ખૂલી ગઇ, કાર ચાલકની પત્નીને પણ ઈજાઓ પહોંચી

વડોદરામાં ભાયલી વિસ્તારમાં આવેલી પ્રિયા ટોકીઝ પાસેથી પસાર થઈ રહેલી કાર અને પુર ઝડપે આવી રહેલી બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્માત થતાં બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પ્રાથમિક તપાસ મુજબ યુવક આરવી દેસાઈ રોડ પર રહે છે. અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે કાર ચાલકની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી હતી.

વડોદરામાં રોજ અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. શનિવારે રાત્રે અકોટા-દાંડીયા બજાર બ્રિજ પર એક ટ્રકે મોપેડ ચાલકને અડફટે લેતા યુવકનું મોત થયું હતું. ત્યારે શુક્રવારે પણ અકસ્માતમાં 4 મહિનાના બાળકનું મોત થયું હતું.

જ્યારે શનિવારે રાત્રે સુરતથી ઘોઘંબા બાઈક લઈને જઈ રહેલા યુવકનો હાઈવે પર અકસ્માત થતાં તેનું મોત થયું હતું. ત્યારે રવિવારે શહેરના છેવાડાના ભાયેલી વિસ્તારમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત થતાં ાઈક ચાલકનું મોત થયું હતું.

શહેરના ભાયલી કેનાલ રોડ પર આવેલા -ટોનગેટ ફ્લેટસમાં રહેતા મોહિત -હિલીઆની મોટીવેશનછે. તેઓ પત્ની સાથે કાર લઈને રવિવારે રાત્રે વારસિયા વિસ્તારમાં પોતાના સંબંધીના ઘરે જમવા માટે ગયા હતા અને ત્યાંથી રાત્રીના 12 વાગ્યાના અરસામાં ઘરે જઈ રહ્યા હતા.ત્યારે પ્રિયા ટોકિઝ તરફ જતા મેઈન રોડ પર એક કેટીએમ બાઈક પૂર ઝડપે આવી હતી અને કારમાં પડાકાભેર અથડાઈ હતી. અકસ્માતને પગલે મોહિત ભાઈએ કારની બહાર આવીને જોતા બાઈક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાનું જણાયું હતું.

જ્યારે બાઈકની પાછળ બેઠેલો યુવક કાર સાથે અથડાઈને ઉછળીને રોડ પર પટકાયો હતો. પગલે અકસ્માતને મોહિતભાઈએ તાત્કાલિક 108ને જાણ કરી હતી. થોડા સમયમાં તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. બાઈક ચાલકનુંઘટના સ્થળે જ મોત થયું હતું અને અન્ય યુવકને ગંભીર ઈજા પહોંચતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

જ્યારે મોહિતભાઈને બાઈક ચાલક સામે તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસના આધારે પોલીસે બાઈક ચાલકની તપાસ કરતા તેની ઓળખ વૈદાશુ શાહ (રહે-શેલલ્પ ચેમ્બર્સ આરવી દેસાઈ રોડ) તરીકે થઈ હતી.

Trending

Exit mobile version