વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી શુભ રેસીડેન્સી અને રાધે રેસીડેન્સીના રહીશોએ સાબિત કરી દીધું છે કે જો નાગરિક જાગૃત હોય તો શહેરને સ્વચ્છ બનતા કોઈ રોકી શકતું નથી. રવિવારની સવારે આ બંને સોસાયટીના રહીશોએ પાલિકાના સહયોગથી એક ભવ્ય સ્વચ્છતા જનજાગૃતિ રેલીનું આયોજન કર્યું હતું.
આ માત્ર એક રેલી નહોતી, પરંતુ ‘સ્વચ્છ વડોદરા, સુંદર વડોદરા’ના સંકલ્પને સાકાર કરવાની એક મજબૂત શરૂઆત હતી. રહીશોએ પોતે પહેલ કરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક કર્યો અને તંત્રએ પણ આ પ્રસ્તાવને વધાવી લીધો.
👇મુખ્ય અંશો:
VMC ઉપસ્થિતિ: આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શમીક જોશી ખાસ હાજર રહી રહીશોનો ઉત્સાહ વધાર્યો.
સંદેશ: ભીનો અને સૂકો કચરો અલગ રાખવો, ગમે ત્યાં કચરો ન ફેંકવો અને ડસ્ટબિનનો જ ઉપયોગ કરવો.
જનભાગીદારી: રહીશો અને પાલિકાના સફાઈ સેવકોએ ખભેખભા મિલાવી વિસ્તારમાં સ્વચ્છતાનો પ્રચાર કર્યો.
આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શમીક જોશીનું નિવેદન:“સ્વચ્છતા એ માત્ર કાગળ પર લખવાનો વિષય નથી, પરંતુ તે એક સંસ્કાર છે. મકરપુરાની આ સોસાયટીઓએ સાબિત કર્યું છે કે જનતા જાગૃત થાય તો તંત્રને પણ કામ કરવાની નવી ઉર્જા મળે છે.”