Connect with us

Vadodara

કાવડયાત્રામાં શિવભક્તિ અને દેશભક્તિનો અનોખો સંગમ, નવનાથને જળ અર્પણ કરાશે

Published

on

  • ભારત સરકાર દ્વારા કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર અને ઓપરેશન માહાદેવની સાથે બ્રહ્મોસની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે
  • વિતેલા 12 વર્ષોથી શહેરમાં કાવડ યાત્રાનું આયોજન
  • આ વર્ષે શિવભક્તોમાં દેશભક્તિનો ઉમેરો થયો
  • ઓપરેશન સિંદૂર, બ્રહ્મોસ મિસાઇલની ઝાંખી સાથે યાત્રા નીકળી

આજે પવિત્ર શ્રાવણ માસ નો અંતિમ સોમવાર છે. આજે વડોદરા  ની રક્ષા કરતા નવનાથ મહાદેવ ને જળ અર્પણ કરવા માટે કાવયડાત્રા નીકળી છે. આ વખતે કાવડ યાત્રા માં શિવભક્તિ જોડે દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે. ભારત સરકાર દ્વારા દુશ્મનો વિરૂદ્ધ કાર્યવાહી અંતર્ગત કરવામાં આવેલા ઓપરેશન સિંદૂર  અને ઓપરેશન માહાદેવ ની સાથે ભારતની બ્રહ્મોસ મિસાઇલ  ની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી શ્રાવણ માસમાં કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં કાવડમાં જળ ભરીને શ્રદ્ધાળુઓ મહાદેવને અભિષેક કરવા પગપાળા પહોંચે છેે.

વડોદરામાં વિતેલા 12 વર્ષથી શ્રાવણ માસમાં કાવડ યાત્રા  નું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં શિવભક્તો પોતાના ખભે કમાન ધારણ કરીને તેમાં લટકાવેલા પાત્રમાં પાણી ભરીને મહાદેવને જલ અર્પણ કરવા માટે પગપાળા જાય છે. વડોદરાનું રક્ષણ નવનાથ કરે છે, તે સૌ કોઇ નગરજનો જાણે છે. આ કાવડ યાત્રામાં નવનાથને જળ અર્પણ કરીને તેમના આશિર્વાદ મેળવાય છે. આ વખતે કાવડ યાત્રાના પ્રારંભ સમયે દેશના નિવૃત્ત જવાનો પણ જોડાયા હતા. સાથે જ કાવડ યાત્રામાં ઓપરેશન સિંદૂર અને ઓપરેશન માહાદેવની સાથે ભારતની બ્રહ્મોસ મિસાઇલની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આ વખતે કાવડ યાત્રામાં શિવભક્તિ અને દેશભક્તિનો અનોખો સંગમ જોવા મળી રહ્યો છે.

સમગ્ર મામલે જાણીતા વકીલ નીરજ જૈને મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, નવનાથ કાવડ યાત્રા સમિતિ દ્વારા સતત 12 માં વર્ષે નવનાથ મહાદેવ માટે કાવડ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સાથે બ્રહ્મોસ મિસાઇલની પ્રતિકૃતિ, ઓપરેશન મહાદેવ અને ઓપરેશન સિંદૂરની ઝાંખી પણ સાથે છે. મારૂ વડોદરાવાસીઓને કહેવું છે કે, જ્યાં જગ્યા મળે ત્યાં મહાદેવના દર્શન કરીએ. આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે. પવિત્ર દિવસ છે. આપણે વડોદરાને શિવમય બનાવીએ તે જ સૌને શુભેચ્છા.

Vadodara17 hours ago

વડોદરા પાલિકાના ‘આંગણે’ જ દારૂની મહેફિલ? સ્વચ્છતા અને દારૂબંધીના દાવાઓનો નીકળ્યો કચરો!

Vadodara17 hours ago

વડોદરામાં પ્રોહિબિશન ડ્રાઈવ: મિની બસમાંથી ઉતરેલી 3 મહિલાઓ સહિત 6 શખ્સો દારૂના જથ્થા સાથે પકડાયા

Vadodara19 hours ago

માસૂમ બાળકોના હાથમાં પુસ્તક આપો, કટોરો નહીં; વડોદરામાં ભીખ મંગાવતી મહિલા સામે પોલીસની ઐતિહાસિક કાર્યવાહી.

Vadodara20 hours ago

વડોદરામાં રવિવારે ભક્તિ, શક્તિ અને ક્રિકેટનો ત્રિવેણી સંગમ: 5,000 પોલીસ જવાનો તૈનાત

Gujarat20 hours ago

અમદાવાદમાં ભાજપનું નવું સંગઠન જાહેર: જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં પાયાના કાર્યકરોને મળી મોટી જવાબદારી

Vadodara1 day ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara2 days ago

વડોદરા: ઝોન-4 LCBની મોટી કાર્યવાહી, વાહન ચોરીના 06 ગુના ઉકેલી 2 આરોપીઓની ધરપકડ

Vadodara2 days ago

વડોદરામાં ‘શિવજી કી સવારી’ પૂર્વે દબાણ શાખાની કડક કાર્યવાહી; VIP રૂટ પરથી લારી-ગલ્લાનો સફાયો

Vadodara2 years ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara2 years ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara2 years ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

City3 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Tech Fact5 months ago

હદ છે..ChatGPT માં મહિલાએ લોટરી નંબર માંગ્યા, દાવ લગાવ્યો અને કરોડો રૂપિયા જીત્યા

Tech5 months ago

ESIM Activate: કઈ રીતે એક્ટિવેટ કરવું ESIM જાણો,Jio, Airtel, Vi અને BSNL માટે સરળ ટ્રિક સાથે.

International2 years ago

California Legislature Celebrates BAPS’ Golden Year in America

Savli2 years ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Vadodara1 day ago

વડોદરામાં રફ્તારનો કહેર: થાર સવાર યુવતીઓએ ઝોમાટો બોયને કચડ્યો, ઘટનાસ્થળે જ મોત

Vadodara2 months ago

ડ્રિન્ક એન્ડ ડ્રાઇવ: નશામાં ધૂત કાર ચાલકે બુલેટ સવારને અડફેટમાં લીધો, મેનેજર ઘાયલ

Gujarat3 months ago

ગુજરાત દારૂબંધી વિવાદ વચ્ચે હર્ષ સંઘવી પર જૂની પોલીસ ફરિયાદ અને ધમકીની ફરિયાદો ચર્ચામાં આવી

Vadodara3 months ago

“મોસાળમાં જમણવાર અને માઁ પીરસનાર” : રસિકભાઈના પેવરબ્લોકની માંગ વધી,માણીતા ઇજારદારોને ઘીકેળાં?

Vadodara3 months ago

એક જીદના કારણે નંદેસરીના કેમિકલ ઉદ્યોગો મરણપથારીએ!, બ્રીજનું કામ કરતો ઈજારદાર પણ કામ છોડી જતો રહ્યો

Vadodara3 months ago

વડોદરા નજીક બુલેટ ટ્રેન સાઇટે 9.5 ફૂટનો મગર ફસાયો, ક્રેઈનથી થયું રેસ્ક્યુ ઓપરેશન

National3 months ago

Live : વોટ ચોરી પર રાહુલ ગાંધીની વધુ એક પ્રેસ કોન્ફરન્સ — શું આજે ‘Hydrogen Bomb’ ફોડાશે?

Savli4 months ago

દારૂ બંધ કરાવવા ગયા અને દૂધ બંધ થઇ ગયું !, ગામની ભલાઈ કરવા જતા સરપંચ જૂથનો થયો સામાજીક બહિષ્કાર !

Trending