વડોદરાના વિકાસ ને વેગવંતુ બનાવવા માટે આજે કોર્પોરેશનમાં હોદ્દેદાર, અધિકારીઓ, ધારાસભ્યોની ઓચિંતી બેઠક મળી બ્લુગ્રીન ડેવલપમેન્ટને લઈને વડોદરા મહાનગર પાલિકાના કચેરી ખાતે મિટિંગનુ આયોજન કરવામાં આવ્યું
વડોદરાના વિકાસને વેગવંતુ બનાવવા માટે મળેલી બેઠક શરૂઆત વિશેષ પ્રેઝન્ટેશન બનાવામાં આવ્યું છે થી થઈ હતી એજ વિશેષ પ્રેઝન્ટેશન મુખ્યમંત્રી સમક્ષ કોર્પોરેશન તંત્ર રજૂ કરશે. બેઠકમાં પાંચ મુદ્દા ઉપર થઈ વિશેષ ચર્ચા અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતુ. વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિન્કીબેન સોનીએ જણાવ્યું કે, વિશ્વામિત્રી શુદ્ધિકરણ ઉપરાંત ક્રોકોડાઇલ પાર્ક,ન્યાય મંદિર લાલ કોર્ટ ઉપરાંત વડોદરા આઉટર રિંગ રોડ બનાવવા માટે તેમજ શહેરમાં ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝના સ્થાને હાટ બજાર બનાવવા માટેની વિચારણા
તમામ વિચારણા ના અંતે તૈયાર થયેલ પ્રોજેક્ટને મુખ્યમંત્રી સમક્ષ મૂકવામાં આવશે કારણ આ કરોડો રૂપિયાના પ્રોજેક્ટ મુખ્યમંત્રીના ધ્યાને વાત લાવવી જરૂરી છે.
ખાસ કરીને વડોદરા કોર્પોરેશન અંદાજે 500 કરોડ રૂપિયાના ખર્ચે 32 કિલોમીટર લાંબો અને 75 મીટર પહોળો આઉટર રીંગરોડ
બનાવશે સાથો સાથ વડોદરા શહેરમાં આવેલ કેનાલો ને બહારથી ગ્રીનરી કરી સુશોભિત કરવામાં આવશે.
આજે વડોદરા કોર્પોરેશન ખાતે મળેલી ઓચિંતી બેઠકમાં વડોદરા મયુનિસિપલ કમિશનર દિલીપ રાણા,સ્થાઈ સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા, વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિન્કીબેન સોની,અકોટ વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ, શહેર વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષા વકીલ,શહેર ભાજપ પ્રમુખ ડો વિજય શાહ, મહામંત્રીઓ પણ બેઠકમાં રહ્યા હાજર રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજે મળેલ ઓચિંતી બેઠકમાં હેરિટેજ સ્ક્વેર પ્લાનને લઈને બેઠકનું આયોજન કરાયાની ચર્ચા છે