વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના એક ગામમાં રહેતા અને એક સાથે જીવવા મરવાના વચન આપી ચૂકેલા પ્રેમી પંખીડાએ તેમના પ્રેમને સમાજ નહીં સ્વીકારે તેવા ડરથી પોતાના જ ખેતરમાં આજે એક સાથે ઝેરી દવા ગટગટાવી જીવન લીલા સંકેલી લેતા ચકચાર મચી જવા પામી હતી એક બીજાના ગળાડૂબ પ્રેમમાં મોતને વ્હાલુ કરનાએ પ્રેમીએ પહેલા પ્રેમિકાની માંગમાં સિદૂર અને ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું અને ત્યાર બાદ પ્રેમી-પંખીડાએ મોતને વ્હાલું કર્યું હતું ડેસર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ડુંગરીપુરા ગામ ખાતે રહેતા 22 વર્ષીય રવિન્દ્ર રમેશભાઈ ભોઈના પાંચ વર્ષ અગાઉ ઠાસરા તાલુકાના દાતરડી ગામે રહેતા કોકીલાબેન સાથે લગ્ન થયા હતા અને તેઓને સંતાનમાં એક દીકરી પણ છે જોકે રવિન્દ્ર ભોઈની આંખો
તેમના જ ગામની અને તેમની જ જ્ઞાતિની ધોરણ 10 સુધી અભ્યાસ કરેલ 19 વર્ષીય રીનાબેન કરસનભાઈ ભોઈ સાથે મળી જતા બને એક બીજા ના ગળાડૂબ પ્રેમમાં હતા અને એક બીજાને સાથે જીવવા મરવાના કોલ આપી ચૂકયા હતા જોકે તેમને પોતાના પ્રેમને આ સમાજ સ્વીકારે નહીં તેવા ડરથી જીવન લીલા સંકેલી લેવાનો નિર્ણય કરી આજે પ્રેમી પંખીડા નજીકના ખેતરમાં ગયા હતા
જયા ખતેરમાં પ્રેમી રવિન્દ્ર ભોઈએ પ્રેમિકા રીનાબેનના માથામાં સિંદૂર અને ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું હતું અને ત્યાર બાદ બન્નેએ ખેતરમાં જ ઝેરી દવા ગટગટાવી લીધી હતી દીકરી રાત્રે ઘરે ન આવતા પરિવારજનોએ ગામમાં શોધખોળ હાથ ધરી હતી પરંતુ કોઈ પતો લાગ્યો ના હતો વહેલી સવારે રવિન્દ્ર ભોઈના પિતા રમેશભાઈ સહિત પરિવારની દોડાદોડીથી જાણ થઈ હતી કે, બંનેએ ખેતરમાં ઝેરી દવા ગટગટાવી છે જેથી 108 એમ્બ્યુલન્સ દ્વારા બંનેને ડેસરની સીએચસી ખાતે લઈ જવાયા હતા પરંતુ ફરજ ઉપરના તબીબોએ બન્ને મૃત જાહેર કર્યાં હતા સમગ્ર મામલે ડેસર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.