આ નિયમોથી ચીનમાં સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર, બ્લોગર્સ, યુટ્યુબર્સ અને અન્ય ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ પર ગંભીર અસર પડશે.
- ચીની સરકારના આવા પગલાં વૈશ્વિક સ્તરે સોશિયલ મીડિયા રોક-ટોક માટે વધુ હદે દૃષ્ટાંતરૂપ ગણાય.
- ખોટી માહિતી આપનાર અથવા ભ્રામક દાવો કરતી સામગ્રી બદલ લાખોની રાશિ સુધી દંડનો પણ નિયમ.
ચીન હવે તેના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર માટે કડક નિયમો લાવી રહ્યું છે. દવા, નાણાં, કાયદો અને શિક્ષણ જેવા સંવેદનશીલ વિષયો પર ચર્ચા કરતા કોઈપણ વ્યક્તિએ હવે પોતાની લાયકાત સાબિત કરવી પડશે.સરકારના નવા નિયમો મુજબ, ઇન્ફ્લુએન્સરને તેમની ઔપચારિક તાલીમ, યુનિવર્સિટી ડિગ્રી અથવા માન્ય વ્યાવસાયિક કુશળતાનું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે.
ડુયિન, વેઇબો અને બિલિબિલી જેવી મોટી ચાઇનીઝ પ્લેટફોર્મ્સ પર હવે ઓળખપત્રોની ચકાસણી ફરજિયાત રહેશે.જો કોઈ ઇન્ફ્લુએન્સર આ નિયમોની અવગણના કરે છે, તો તેનું એકાઉન્ટ સસ્પેન્ડ અથવા બંધ થઈ શકે છે, સાથે જ તેને 100,000 યુઆન — આશરે 14,000 અમેરિકન ડોલર — સુધીનો દંડ પણ થઈ શકે છે.
સરકારનું કહેવું છે કે આ પગલાનું મુખ્ય ધ્યેય ખોટી માહિતીના પ્રસારને રોકવું અને વ્યાવસાયિક સલાહ માત્ર ચકાસાયેલા નિષ્ણાતો પાસેથી જ લોકોને મળે તે સુનિશ્ચિત કરવાનું છે.