હાલમાં આપણે જાણીએ છીએ કે અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફ વોર ચાલે છે જેને લઈને અમેરિકા જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પ રોજ નવા નવા નિવેદનો આપી દુનિયાને અમેરીકાની નીચે લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે તે વચ્ચે બીજું એક પરિબળ ધ્યાને લેવા જેવુ છે કે ભારતનું આર્થિક ભવિષ્ય પણ અમેરિકાના હાથમાં છે તો આવો આ વિશે જાણીએ
Advertisement
આજના સમયમાં એક વાત સ્પષ્ટ છે – ડેટા એ જ નવું સોનું છે. ખાસ કરીને જ્યારે વાત આપણા આર્થિક ડેટાની થાય, ત્યારે એ સોનાથી પણ કિંમતી બની જાય છે. પણ શું તમને ખબર છે કે આજે ભારતના નાગરિકોની લોન અને ક્રેડિટ માહિતી અંગે ની વિગતો રાખતી કંપનીમાં મોટો હિસ્સો એક અમેરિકન કંપનીના હાથમાં છે?
CIBIL – પણ કોના હાથમાં?
ભારતમાં બેંકો કે લોન આપનારી સંસ્થાઓ કોઈની પણ ક્રેડિટ હિસ્ટ્રી ચકાસે છે તો એ માટે તેઓ સૌથી વધુ CIBIL પર આધાર રાખે છે.પણ હકીકત એ છે કે CIBIL હવે પૂરેપૂરું ભારતીય નથી.અમેરિકાની મોટી કંપની TransUnion આજે CIBILમાં લગભગ 92% હિસ્સો ધરાવે છે.એનો અર્થ કે ભારતના કરોડો નાગરિકોની આર્થિક માહિતી – લોન, પેમેન્ટ્સ, EMI – બધું જ એક વિદેશી કંપની પાસે સ્ટોર છે.
Advertisement
વિદેશી કંપનીઓના ભૂતકાળના ઉદાહરણો
2017માં અમેરિકાની જ Equifax નામની ક્રેડિટ કંપની પર મોટો સાયબર હેકિંગ હુમલો થયો હતો. આ ઘટનામાં લગભગ 147 મિલિયન અમેરિકનોની આર્થિક માહિતી લીક થઈ ગઈ હતી.આથી સાબિત થાય છે કે જો ડેટા વિદેશી કંપનીઓના હાથમાં રહે, તો તે પ્રાઈવસી માટે જ નહીં પણ રાષ્ટ્રીય સુરક્ષાને માટે પણ મોટો ખતરો બની શકે છે.
RBIનો ઉપાય – Public Credit Registry (PCR)
આવા જોખમોને ધ્યાનમાં રાખીને Reserve Bank of India (RBI) હવે એક નવો વિકલ્પ લાવી રહ્યું છે – Public Credit Registry (PCR). એમાં દેશના દરેક ઉધારકર્તાની માહિતી એક સરકારી ડેટાબેઝમાં જમા થશે. એ ફક્ત બેંકોના લોન સુધી મર્યાદિત નહીં રહે, પણ NBFCs, માઇક્રોફાઇનાન્સ, કોર્પોરેટ બોન્ડ્સ બધું જ PCRમાં સામેલ થશે.
PCRના ફાયદા
Advertisement
✔️ રિયલ-ટાઈમ ક્રેડિટ હિસ્ટરી – લોનદાતા માટે સ્પષ્ટ માહિતી ✔️ ફાઈનાન્સિયલ ઇન્ક્લૂઝન – સામાન્ય નાગરિક અને નાના વેપારીને લોન મળવી સરળ ✔️ રાષ્ટ્રીય ડેટા દેશના હાથમાં – આપણું આર્થિક ભવિષ્ય સુરક્ષિત
પ્રશ્ન એ છે કે શું આપણે આપણી આર્થિક ઓળખને વિદેશી ખાનગી કંપનીઓના હાથમાં રાખવી જોઈએ? કે પછી એ દેશના હિતમાં જ રહેશે જો એ નિયંત્રણ ભારતીય સરકારી/દેશી સંસ્થા પાસે હોય?
Equifax સાથે બનેલ સાયબર હેકિંગ જેવી ઘટનાઓથી આપણને ચેતવણી મળી ચૂકી છે એટલે હવે ભારત PCR દ્વારા આગળ વધી રહ્યું છે – અને એ જ આપણા આર્થિક ડેટાના ભવિષ્ય માટેનો સાચો માર્ગ બની શકે છે.