ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં NDAની જીત નિશ્ચિત મનાઈ રહી છે. આ દરમિયાન YSRCPના અધ્યક્ષ જગન મોહન રેડ્ડીએ NDAના ઉમેદવાર સી.પી. રાધાકૃષ્ણનને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
- NDAને સીધા 11 મતોનો ફાયદો થયો છે.
- પીયૂષ ગોયલ સાથેની મુલાકાત બાદ રેડ્ડીએ આ નિર્ણય લીધો હતો.
- YSR કોંગ્રેસના લોકસભામાં 4 અને રાજ્યસભામાં 7 સાંસદો છે.
જેનાથી આંધ્રપ્રદેશના લોકો જગન મોહન રેડ્ડીનો વિશ્વાસઘાત ભૂલશે નહીં. તેમણે આક્ષેપ કર્યો કે રેડ્ડીએ રાજ્યના હિતોને બદલે પોતાના CBI કેસના ડરથી RSS-સમર્થિત ઉમેદવારને સમર્થન આપ્યું છે.ટાગોરે જણાવ્યું કે, ‘જગન મોહનનો આ નિર્ણય કોઈ રાજકીય રણનીતિ નથી, પરંતુ નરેન્દ્ર મોદીના દબાણ સામેનું આત્મસમર્પણ છે.’ તેમણે તમામ સાંસદોને અપીલ કરી કે તેઓ બંધારણનું સમર્થન કરનાર ઉમેદવારને જ મત આપે, નહીં કે RSSના ઉમેદવારને.’
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેના મતદાર મંડળમાં રાજ્યસભાના 233 ચૂંટાયેલા, 12 નામાંકિત અને લોકસભાના 543 ચૂંટાયેલા સભ્યોનો સમાવેશ થાય છે, જે કુલ 788 સભ્યો છે (વર્તમાનમાં 781). આ વખતે બંને ઉમેદવારો દક્ષિણ ભારતમાંથી છે, જેમાં એનડીએના ઉમેદવાર રાધાકૃષ્ણન તમિલનાડુથી અને વિપક્ષના રેડ્ડી તેલંગાણાથી છે. આંકડા મુજબ એનડીએનું પલડું ભારે છે, જોકે રેડ્ડીએ આ લડાઈને વૈચારિક ગણાવી છે.
લોકસભાના 542 સાંસદોમાંથી NDA પાસે 293 સાંસદોનું સમર્થન છે, જેમાં એકલા ભાજપના 240 સાંસદો છે. આ ઉપરાંત TDPના 16, JDUના 12, શિવસેનાના 7 અને લોજપાના 5 સાંસદો પણ NDAની સાથે છે. હવે YSRCPએ પણ સમર્થન જાહેર કરતા NDAનું સંખ્યાબળ વધુ મજબૂત બન્યું છે.
રાજ્યસભામાં, ભાજપના 102 સાંસદો સહિત NDA પાસે કુલ 125 સાંસદો છે. YSR કોંગ્રેસના 7 સાંસદોના સમર્થન સાથે આ સંખ્યા 132 થઈ જાય છે. બીજી તરફ, વિપક્ષી ગઠબંધન પાસે માત્ર 85 સાંસદો છે. આમ, કુલ અપેક્ષિત મતોમાં NDAને 434 અને ઈન્ડિયા ગઠબંધનને 320 મત મળવાની શક્યતા છે.