કોંગ્રેસના રાક્ષસરૂપી વંશજો આજે પણ આપણી વચ્ચે છે, વિકાસનું કામ થતું હોય, ત્યારે હવનમાં હાડકા નાંખવા આવી જાય છે – MLA
- પાદરાનું રાજકારણ ગરમાયું
- ભાજપના ધારાસભ્યએ કોંગ્રેસીઓને રાક્ષસરૂપી ગણાવ્યા
- આમંત્રણના નામે ખોટો વિવાદ ઉભો કરવામાં આવ્યો હોવાનો સંકેત
- કદાચ અમારે જાનથી પણ હાથ ધોવાના થતા હશે, તો પાછા પડીશું નહીં – MLA
વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરા ના સરસવણી ગામે જિલ્લા પંચાયત ઘરનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય સહિતના અગ્રણીઓ હાજર રહ્યા છે. જો કે, કેટલાક લોકો દ્વારા આ પ્રસંગનો વિરોધ કરવામાં આવતો હોવાનું ધ્યાને આવતા ધારાસભ્ય અકળાયા હતા. અને સારા કામમાં હાડકા નાંખતા કોંગ્રેસીઓની સરખામણી રાક્ષસ અમારે જાનથી પણ હાથ ધોવાના થતા હશે, તો પાછા પડીશું નહીં – MLAપોતાના પ્રાસંગીક સંબોધનમાં તેમ પણ કહ્યું કે, કોઇ વિરોધી પાદરાને વિકાસના રાહે નથી લઇ જઇ શક્યા. તમારા ગામમાં પંચાયત ઘરનું કામ થાય છે, તે વિરોધીઓથી જોવાતું નથી.
પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, પહેલાના જમાનામાં જ્યારે યજ્ઞ કરતા હોય, ત્યારે સારા કામમાં ભંગ પાડવા માટે રાક્ષસો હવનમાં હાડકા નાંખવા આવતા હતા. તેવી રીતે અત્યારે પણ એવું છે, રાક્ષસો જતા રહ્યા, પરંતુ કોંગ્રેસના રાક્ષસોરૂપી વંશજો આજે પણ આપણી વચ્ચે છે, જ્યારે વિકાસનું કામ થતું હોય, ત્યારે આંગળી કરવા અને હવનમાં હાડકા નાંખવા આવી જાય છે. ગ્રામલોકો બેઠા છે, હું પુછવા માંગુ છું, મેં કોઇને આમંત્રણ આપ્યું છે. હું આવ્યો છું, પાદરા તાલુકાના ધારાસભ્ય તરીકે મને આમંત્રણ આપવામાં આવ્યું છે. પંયાયત ઘરનું ખાતમૂહુર્ત કરવાનું છે. જેથી હું આવી ગયો. મહેમાન કોઇ દિવસ આમંત્રણ આપે, મહેમાને કોઇ દિવસ આમંત્રણ આપવાનું ના હોય. ગામ લોકો આમંત્રણ આપે, આ કાર્યક્રમમાં મારે સરપંચને આમંત્રણ આપવાનું હોય કે સરપંચ મને આપે.
તેમણે વધુમાં જણાવ્યું કે, હું તો મહેમાન છું. પરંતુ કેટલાક લોકો વિવાદ ઉભો કરવો છે, અને ભાજપ ક્યારે કોઇનું અપમાન કરતું નથી. અમે ચુસ્ત કાર્યકર્તા છે. આર એન્ડ બી વિભાગ કામ કરવાનું છે. તેમને મેં પુછ્યું કે, તમે આમંત્રણ આપ્યું છે. તેમણે મને કહ્યું કે, સરપંચનો પતિ બધો વહીવટ કરે છે. જેથી મેં તેમને આમંત્રણ આપ્યું છે. હવે આમાં મારો કોઇ વાંક ખરો. છતાં વિવાદ ઉભો કરવા માટે, અને ગામ લોકોનું ખરાબ દેખાડવા માટે આજે વિરોધી આંદોલન, કામ, સોશિયલ મીડિયા પર પ્રસારણ કરવામાં આવ્યું છે.
તેમણે આખરમાં જણાવ્યું કે, આવા હવનમાં હાડકા નાંખતા વ્યક્તિઓને કોંગ્રેસીઓ એટલો સપોર્ટ કરે છે, પહેલા એવું હતું, સરકાર વિરોધી બોલવું હોય ત્યારે કોંગ્રેસ તરત તૈયાર હોય. પણ હવે તેમાં નવું આવ્યું છે. કોંગ્રેસથી બોલાતું નથી, અમુક જગ્યાઓએ મર્યાદા નડે છે, તો હવે તેમણે વિના લાયસન્સે સોશિયલ મીડિયા ચેનલો ચાલુ કરી દીધી. તેમાં જેને જે ફાવે તેમ બોલવાનું, આવું કામ ચાલી રહ્યું છે. કારણકે, પાદરા તાલુકાનો જે વિકાસ થઇ રહ્યો છે, તે તેમનાથી જોવાતો નથી. તેઓ નથી કરી શક્યા. કોઇ વિરોધી પાદરાને વિકાસના રાહે નથી લઇ જઇ શક્યા. તમારા ગામમાં પંચાયત ઘરનું કામ થાય છે, તે વિરોધીઓથી જોવાતું નથી. અમારો કાર્યકર ડરતો નથી. આ લોકોની ગંદકીઓથી, વિરોધથી, કે ષડયંત્રથી, પાદરા તાલુકાનો વિકાસ અટકવાનો નથી. અમે વિરોધીઓને જવાબ આપવા, કદાચ અમારે જાનથી પણ હાથ ધોવાના થતા હશે, તો પાછા પડીશું નહીં, પાદરાને વિકાસમાં અગ્રેસર રાખીશું, તેની હું બાહેધારી આપું છું.