National

ઉત્તરાખંડના દેહરાદૂનમાં વાદળ ફાટવા થી ટપકેશ્વર મંદિર ડૂબ્યું,અનેક લોકો ગુમ, PM મોદીએ સમીક્ષા કરી

Published

on

ઉત્તરાખંડના દહેરાદૂનમાં સહસ્ત્રધારા કાર્લીગાડ વિસ્તારમાં સોમવારે (15 સપ્ટેમ્બર) વહેલી સવારે 5 વાગ્યે વાદળ ફાટવાથી અનેક દુકાનો વહી ગઈ હતી.

  • આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે
  • SDRF, NDRF અને સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ કાર્ય સતત ચાલુ છે.
  • અમુક લોકો ગુમ હોવાના અહેવાલ મળ્યા છે.

વડાપ્રધાન મોદી અને ગૃહ મંત્રીએ ફોન પર મુખ્યમંત્રી સાથે વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો અને શક્ય તમામ મદદ પહોંચાડવાની ખાતરી આપી છે. 

જ્યારે લગભગ 100 જેટલા લોકો ઘટનાસ્થળે ફસાયા હતા જેમને ગ્રામજનોએ જાતે જ રેસ્ક્યુ કરીને બચાવી લીધા હતા. વાદળ ફાટવાની માહિતી મળતાની સાથે જ જિલ્લા વહીવટી તંત્રએ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. વાદળ ફાટવાની જગ્યાની નજીક રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવી રહ્યા છે. SDRF, NDRF, જાહેર બાંધકામ વિભાગે રાત્રે જ કામ શરૂ કરી દીધું હતું. આ ઘટનામાં બે લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે.

Advertisement

યુકેના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું હતું કે, ‘મોડી રાત્રે દહેરાદૂનના સહસ્ત્રધારામાં ભારે વરસાદને કારણે કેટલીક દુકાનોને નુકસાન થયાના દુઃખદ સમાચાર મળ્યા છે. જિલ્લા વહીવટીતંત્ર, SDRF, પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને રાહત તેમજ બચાવ કામગીરીમાં રોકાયેલા છે. હું આ સંદર્ભે સતત સ્થાનિક વહીવટીતંત્ર સાથે સંપર્કમાં છું અને પોતે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છું. હું દરેકની સલામતી માટે ભગવાનને પ્રાર્થના કરું છું.’

પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી અને ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ વિશે વિગતવાર માહિતી મેળવી. વડાપ્રધાન અને ગૃહમંત્રીએ રાજ્યને શક્ય તમામ સહાયની ખાતરી આપી અને કહ્યું કે આ આફતની ઘડીમાં કેન્દ્ર સરકાર રાજ્યની સાથે મજબૂતીથી ઉભી છે.

જ્યારે મંગળવારે સવારથી દહેરાદૂનમાં ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદ શરૂ થયો છે. વરસાદને કારણે, આઈટી પાર્ક નજીક મોટા પ્રમાણમાં કાટમાળ ધસી ગયો હતો, જેના કારણે સોંગ નદીનું પાણીનું સ્તર ખૂબ વધી ગયું છે. પોલીસે નદીકાંઠે રહેતા લોકોને ચેતવણી આપી છે અને તેમને સુરક્ષિત સ્થળોએ જવા કહ્યું છે. બીજી બાજુ, મસૂરીમાં પણ મુશળધાર વરસાદને કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. ભારે વરસાદને કારણે, મસૂરી દેહરાદૂન પાની વાલા બેન્ડ પાસે ભૂસ્ખલન થવાથી માર્ગ બંધ થઈ ગયો છે. 

Advertisement

ઉત્તરાખંડના દહેરાદૂનનાં માલદેવતા નજીક સોંગ નદીનું વિકરાળ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. નદી બેકાબૂ ગતિએ વહી રહી છે, પુલ તૂટી પડ્યા છે. હવામાનને  ધ્યાનમાં રાખીને, આજે ધોરણ 1 થી ધોરણ 12 સુધીની બધી શાળાઓ બંધ કરવામાં આવી છે. આ સિવાય ઋષિકેશમાં પણ ચંદ્રભાગા નદીમાં પૂર આવ્યું છે. પાણી હાઇવે સુધી પહોંચી ગયું છે. ઘણા વાહનો અને લોકો નદીના પ્રવાહમાં ફસાઈ ગયા છે. SDRF ટીમે ચંદ્રભાગા નદીમાંથી ત્રણ લોકોને બચાવ્યા છે.

જ્યારે તપકેશ્વર મહાદેવ મંદિરના પરિસરમાં 1-2 ફૂટ કાટમાળ જમા થયો હતો. મંદિર વિસ્તારમાં ભારે નુકસાન થયું હતું. આઈટી પાર્ક દેહરાદૂન પાસે રસ્તાઓ પર વાહનો રમકડાંની જેમ તરતા જોવા મળ્યા હતા. 

Advertisement

Trending

Exit mobile version