National

બિહાર ચૂંટણી પહેલા રાહુલનો હાઈડ્રોજન બોમ્બ — 25 લાખ મત ચોરીનો દાવો!

Published

on

બિહારમાં પહેલા તબક્કાના 121 બેઠકો પર કલથી મતદાન છે.અને એના એક દિવસ પહેલાં જ રાહુલ ગાંધીએ દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરીને રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે.

કોંગ્રેસે આ પ્રેસ કોન્ફરન્સને નામ આપ્યું છે – H Files.
રાહુલ ગાંધીએ સીધો આરોપ કર્યો કે હરિયાણાની ચૂંટણીમાં 25 લાખથી વધુ મતોની ચોરી થઈ છે. 

  • રાહુલ ગાંધીએ દાવો કર્યો કે એક જ બૂથ પર 223 વખત એ જ મહિલાનું નામ લિસ્ટમાં હતું.
  • એક મહિલા — એક જ મહિલા — 22 વખત મત આપી જાય… એમનો દાવો છે.
  • આ મહિલા, એમના કહેવાથી, “બ્રાઝીલની મોડલ” છે.

રાહુલ મુજબ :
1 લાખ 24 હજાર 177 ફેક ફોટાવાળા મતદાર હતા.
કેટલાક લોકો એવા છે જેઓ હરિયાણામાં પણ વોટર છે, UP માં પણ વોટર છે —મથુરાના સરપંચ પ્રહ્લાદનું નામ પણ હરિયાણામાં અનેક જગ્યાએ વોટર લિસ્ટમાં છે. રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર ઉપર પણ પ્રહાર કરતા કહ્યું કે તેમણે દાવો કર્યો કે મકાન નંબર ઝીરો એવા લોકોના સમર્થનમાં નોંધવામાં આવે છે જેમની પાસે ઘર હોતા નથી. રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સમાં ચૂંટણી પંચની પીસીનો વીડિયો પણ ચલાવવામાં આવ્યો. જેમાં ઘર વિહોણા લોકો માટે વોટર સિસ્ટમાં નોંધાયેલા એડ્રસ અંગે જાણકારી આપવામાં આવી રહી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે અમે ક્રોસ ચેક કર્યું છે. મુખ્ય ચૂંટણી પંચે દેશની જનતાને ઊઘાડું જુઠ્ઠાણું કહ્યું.અને એમનું કનેક્શન ભાજપ સાથે છે.

રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર પણ તીખો પ્રહાર કર્યો.
અમુક ક્લિપ્સ… “ઈસી” ની પીસીમાંથી… તેમણે પ્લે પણ કરી બતાવી.
અને કહ્યું — “ચૂંટણી પંચે જનતાને ખુલ્લું જુઠ્ઠું કહ્યું છે.”

રાહુલનો આક્ષેપ છે કે —
હરિયાણામાં જે સિસ્ટમેટિક સ્કેમ રહ્યો…
એ જ સ્ક્રિપ્ટ હવે બિહારમાં ચાલશે.

રાહુલ ગાંધીએ બિહારના કેટલાક લોકો ને પણ મંચ પર બોલાવ્યા
અને જણાવ્યું કે પૂરા પરિવારના નામ મતદાર યાદીમાંથી કપાયાં છે.

છેલ્લે રાહુલએ કહ્યું —
“આ દેશના Gen Z અને યુવાનો જ લોકતંત્ર બચાવે છે. સાચા અર્થમાં.”

રાહુલ ગાંધીએ એક ફોટો દેખાડ્યો કે એક ફોટો જે બ્લર છે તે અનેક જગ્યાએ ઉપયોગ થયો છે. ફોટામાં કોઈ પણ ચહેરો દેખાતો નથી પરંતુ તે અલગ અલગ નામો સાથે લાગેલો છે.

Trending

Exit mobile version