National

પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ, કાશ્મીરમાં વર્તમાન સમયમાં તણાવ પરિસ્થિતિ વિશે જાણો

Published

on

સરકારે ચેતાવણી પણ આપી હતી કે, જો વિરોધ પ્રદર્શનો બંધ નહી કરવામાં આવે તો સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.

  • એમ જમ્મૂ-કાશ્મીર અવામી એક્શન કમેટીના કેન્દ્રીય નેતા નવાઝ મીરના આહ્વાન પર મોટી સંખ્યામાં લોકો મુઝફ્ફરાબાદ તરફ કૂચ કરી રહ્યા છે.
  • જ્યારે સુરક્ષા દળો તરફથી પ્રદર્શનકારીઓ પર ફાયરિંગ કરતા મોટી સંખ્યામાં નાગરિકોના મોત થયા છે. આ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે.



આમ કોટલી જિલ્લામાં JKAACની અપીલ પર પૂર્ણ બંધ રાખવામાં આવ્યુ છે. પ્રમુખ પ્રવેશ અને નિકાસ માર્ગોને પ્રદર્શનકારીઓએ રોકી રાખ્યો હતો. વિવિધ સ્થળો પર ધરણાં પ્રદર્શનો આયોજિત કરવામાં આવ્યા હતા. રાવલાકોટ અને વાધથી આવેલા લગભગ 2 હજાર પ્રદર્શનકારીઓનુ ટોળું જ્યારે ધિરકોટ પહોંચ્યુ હતુ ત્યારે પોલીસે ફાયરિંગ કરી હતી. આ ફાયરિંગમાં 4 નાગરિકના મોત થયા હતા. જ્યારે 16 લોકો ઘાયલ થયા હતા. ઘાયલ લોકોમાં સ્થાનિકોની પોલીસકર્મીઓ પણ સામેલ છે.

જ્યારે  આંદોલન દરમિયાન કેટલાય સ્થળો પર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ પણ થઇ હતી. જેમાં કેટલાય લોકો ઘાયલ થયા હતા. અને 12થી વધુ લોકોના મોત થયા હતા. રાજધાની મુઝફ્ફરાબાદમાં ધિરકોટની ઘટના વિરુદ્ધ લાલ ચોકમાં 2 હજાર લોકો ધરણાં પ્રદર્શન પર બેઠા હતા. બાદમાં તેને શહેરના બાયપાસ ક્ષેત્રમાં સ્થળાંતરિત કરવામાં આવ્યુ હતુ. કે જેનાથી અન્ય સ્થળોએ ટોળાની રાહ જોઇ શકાય.

જમ્મૂ-કાશ્મીરના ચકસ્વારી અને ઇસ્લામગઢથી નિકળીને JKAAC સમર્થકોના જૂથે પોલીસ પર હુમલાઓ કર્યા હતા. આ ઘટનામાં બે લોકોના મોત થયા હતા. અને 10 લોકો ઘાયલ થયા હતા. PoK સરકારના મુખ્ય સચિવે JKAAC નેતાઓને વાતચીત કરવા માટે બોલાવ્યા હતા. અને નોટીસ આપી હતી. પરંતુ સરકારે ચેતાવણી પણ આપી હતી કે, જો વિરોધ પ્રદર્શનો બંધ નહી કરવામાં આવે તો સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

Trending

Exit mobile version