National

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાંની માંગ સાથે સીજેપી (CJP) નું આંદોલન તેજ, દેશભરમાંથી હજારો વિદ્યાર્થીઓ દિલ્હી પહોંચ્યા

Published

on

  • વિશાળ વિરોધ પ્રદર્શન: જંતર-મંતર પર 20,000 થી વધુ વિદ્યાર્થીઓનું એકત્રીકરણ, લેખક અરુંધતી રોય અને નસીરુદ્દીન શાહનું સમર્થન.
  • પોલીસનો સપાટો: સંસદ માર્ચ દરમિયાન લાઠીચાર્જ અને સુરક્ષાકર્મીઓ દ્વારા બળપ્રયોગની ઘટનાઓ.
  • સોનમ વાંગચુકની શરતો: શિક્ષણ પ્રણાલીની નિષ્ફળતાની જવાબદારી સ્વીકારવાની માંગ સાથે હોસ્પિટલમાંથી જ આંદોલન ચાલુ.
  • સરકાર સાથે મંત્રણાના પ્રયાસો: CJP ના નેતાઓની કેન્દ્રીય મંત્રી સાથે મુલાકાત થવાની સંભાવના, સરકાર સંપર્કમાં હોવાનો દાવો.

નવી દિલ્હી: સંસદના ચોમાસું સત્રના પ્રથમ દિવસે જ દેશની રાજધાની દિલ્હીમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. નીટ પેપર લીક કૌભાંડ અને વધતી બેરોજગારીના વિરોધમાં ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા આયોજિત ‘ચલો સંસદ’ માર્ચને લઈને દિલ્હીમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. રવિવાર સાંજથી જ જંતર-મંતર પર 20,000 થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ એકત્રિત થયા છે.

🧐આંદોલન અને પોલીસની કાર્યવાહી:

આજે જ્યારે દેખાવકારો સંસદ તરફ આગળ વધી રહ્યા હતા, ત્યારે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. સ્થિતિ એટલી હદે વણસી હતી કે સુરક્ષાકર્મીઓએ દેખાવકારો પર લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જેના કારણે જંતર-મંતર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એક વીડિયોમાં સુરક્ષાકર્મીઓ દેખાવકારો પર બંદૂક તાણતા પણ નજરે પડ્યા હતા. આ મામલે CJP ના પ્રવક્તા સૌરવ દાસે કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા સાથે મુલાકાત થવાની શક્યતા વ્યક્ત કરી છે.

👉સોનમ વાંગચુકની ભૂખ હડતાળ:

સામાજિક કાર્યકર સોનમ વાંગચુક સફદરજંગ હોસ્પિટલમાં દાખલ હોવા છતાં પોતાના ઉપવાસ પર મક્કમ છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો સરકાર શિક્ષણ પ્રણાલીની નિષ્ફળતાની જવાબદારી સ્વીકારે અથવા વિવિધ પક્ષોના સાંસદો હોસ્પિટલમાં આવીને સંસદમાં આ મુદ્દો ઉઠાવવાની ખાતરી આપે, તો જ તેઓ પારણાં કરશે. બીજી તરફ, CJP ના સ્થાપક અભિજીત દીપકેએ પણ વાંગચુકના અનુરોધ બાદ ૨ દિવસના ઉપવાસ તોડ્યા છે અને સંસદ માર્ચમાં સામેલ થવા માટે તત્પરતા બતાવી છે.

🗣️આંદોલનકારીઓની મુખ્ય ૩ માંગણીઓ:

૧. નીટ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થયેલી ગેરરીતિઓની નિષ્પક્ષ તપાસ અને જવાબદારી નક્કી કરવી.

૨. પરીક્ષા કૌભાંડની નૈતિક જવાબદારી સ્વીકારી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું.

૩. વધતી બેરોજગારી અને ભરતી પ્રક્રિયામાં થતા વિલંબ સામે કડક નીતિનું નિર્માણ.

Trending

Exit mobile version