International

ગઈ કાલે આવેલ 5.7 ભૂકંપે બાંગ્લાદેશને હચમચાવ્યું: 10 વધુ મોત, 100થી વધુ ઘાયલ

Published

on

ભૂકંપનું કેન્દ્રબિંદુ નરસિંગડી, ઢાકાથી 13 કિલોમીટર દૂર હતું.ભારતના પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા અને મેઘાલયમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા.

  • ઢાકામાં 4, નરસિંગડીમાં 5, નારાયણગંજમાં 1 લોકોનાં મોત થયા.
  • ઢાકાના બોંગશાલમાં 5 માળની ઇમારતની રેલિંગ તૂટવાથી 3 લોકોનાં મોત.
  • કોલકાતામાં ભયના પગલે લોકોએ ઘરો અને ઓફિસોમાંથી બહાર આવવા મજબૂર કર્યા.

બાંગ્લાદેશની રાજધાની ઢાકા અને આસપાસના વિસ્તારોમાં શુક્રવારે સવારે 5.7 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનો કેન્દ્રબિંદુ ઢાકાથી લગભગ 13 કિલોમીટર દૂર નરસિંગડીમાં હતો. ભૂકંપને લીધે અત્યાર સુધીમાં મૃત્યુઆંક 10 પર પહોંચ્યો છે અને 100 થી વધુ લોકો ઘાયલ થયા છે. આમાં ઢાકામાં 4, નરસિંગડીમાં 5 અને નારાયણગંજમાં 1 વ્યક્તિનું મોત થયું છે.

ઢાકાના બોંગશાલ વિસ્તારમાં એક પાંચ માળની ઇમારતની રેલિંગ તૂટવાને કારણે 3 લોકોના જાન ગયા હતા, જ્યારે ગાઝીપુરની ફેક્ટરીમાં કામ કરતી વખતે ભાગદોડમાં 100 થી વધુ લોકો ઘાયલ થયા.ભૂકંપના આંચકા ભારતના પશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા અને મેઘાલયમાં પણ અનુભવાયા હતા. કોલકાતા અને ગુવાહાટી જેવા શહેરોમાં લોકોએ આંચકા અનુભવ્યો હોવા છતાં અહિં મોટા નુકસાન કે જાનહાનિ થઈ નથી.

ભૂકંપ દરમ્યાન ઢાકામાં ચાલી રહેલી બાંગ્લાદેશ-આયર્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ રોકવામાં આવી હતી, પરંતુ સ્ટેડિયમમાં કૂવામાં કયૂક નુકસાન થયું નથી.સ્થાનિક પ્રશાસન અને મુખ્ય સલાહકાર મુહમ્મદ યુનુસે લોકોને શાંતિ જાળવવાની અને અફવાઓ પર વિશ્વાસ ન કરવા જણાવ્યું છે. સરકારે નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રબળ પ્રયાસો શરૂ કર્યા છે

Trending

Exit mobile version