International

સાઉથ યુએસ અને એન્ટાર્કટિકા વચ્ચેના ડ્રેક પેસેજમાં 7.8 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ

Published

on

જ્યારે  લગભગ એક કલાક પછી, બંને સંસ્થાઓએ સુનામીની ચેતવણી પાછી ખેંચી લીધી હતી.

  • શુક્રવારે ત્યાં ન સમય મુજબ રિક્ટર સ્કેલ પર 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો
  • USGS અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી લગભગ 10 કિલોમીટરની છીછરી ઊંડાઈએ હતું.
  • ચિલીની સોહા મરીન ઓથોરિટી અને પેસિફિક સુનામી વોર્નિંગ

સાઉથ યુએસ દક્ષિણી છેડા અને એન્ટાર્કટિકા વચ્ચેના જળ વિસ્તાર ડ્રેક પેસેજ Drake Passage માં શુક્રવારે (સ્થાનિક સમય મુજબ) રિક્ટર સ્કેલ પર 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપના પગલે, કટોકટી અધિકારીઓએ તાત્કાલિક સુનામીની ચેતવણી જારી કરી હતી.

જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે USGS અનુસાર ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી લગભગ 10 કિલોમીટરની છીછરી ઊંડાઈએ હતું. તેની તીવ્રતા 7.8 મેગ્નિટ્યુડ નોંધાઇ હતી. આ ભૂકંપ દક્ષિણ અમેરિકા અને એન્ટાર્કટિકાની વચ્ચે ડ્રેક પેસેજમાં નોંધાયો હતો. શુક્રવારે સાંજે લગભગ 5:30 વાગ્યા પહેલા (સ્થાનિક સમય મુજબ) ના સમયે આ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. 

એવામાં ચિલીની સોહા મરીન ઓથોરિટી અને પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે શરૂઆતમાં દેશના એન્ટાર્કટિક પ્રદેશ માટે સાવચેતીના ભાગરૂપે સુનામીનું એલર્ટ જાહેર કર્યું હતું અને સત્તાવાળાઓએ લોકોને દરિયાકિનારા ખાલી કરવા જણાવ્યું હતું. જોકે, લગભગ એક કલાક પછી, બંને સંસ્થાઓએ સુનામીની ચેતવણી પાછી ખેંચી લીધી હતી. ડ્રેક પેસેજના ઊંડા પાણી અને જોરદાર પવનોવાળા દરિયાને કારણે સુનામીના મોજા જમીન પર અથડાય તે પહેલાં તીવ્ર બને તેવી શક્યતા ઓછી હતી.

Trending

Exit mobile version