ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલક ગામ નજીક બ્રિજ નીચે 12થી 15 જેટલી ગાયોના મૃતદેહો મળ્યા.ઘટના સામે આવતા ગામમાં હડકંપ મચી ગયો.
ગૌરક્ષકોને જાણ થતાં તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી.
તેમનો આક્ષેપ છે કે કેટલાક પશુપાલકો દૂધ માટે ગાયનો ઉપયોગ કરે છે પરંતુ બીમાર થતાં તેમને ત્યજી દે છે.
મામલે તાત્કાલિક તપાસ અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કલક ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગામ નજીકના બ્રિજ નીચે 12થી 15 જેટલી ગાયો મૃત હાલતમાં મળતાં હડકંપ મચી ગયો છે. ઘટનાની જાણ થતાં જ ગૌરક્ષકો તરત જ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન મોટી સંખ્યામાં ગૌવંશના મૃતદેહો જોવા મળ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ, તેમાં કેટલીક ગાયો એવી હતી, કે જે છેલ્લા કેટલાક દિવસોથી સારવાર હેઠળ હતી, જ્યારે મોટેભાગે વાછરડાના મૃતદેહો મળી આવ્યા છે.આ ઘટનાને લઈ ગૌરક્ષકોમાં ભારે રોષ ફેલાયો છે.
તેમનો આક્ષેપ છે કે કેટલાક પશુપાલકો માત્ર દૂધ માટે ગાયોને ઉપયોગ કરે છે, પરંતુ જ્યારે પ્રાણીઓ બીમાર પડે અથવા તેમની સંભાળની જરૂર પડે ત્યારે તેમને ત્યજી દેવામાં આવે છે. ગૌરક્ષકોનું માનવું છે કે આવી બેદરકારી અને ત્યાગ “એક પ્રકારની ગૌહત્યા” સમાન છે.હાલ ગૌરક્ષકોએ આ મામલે તાત્કાલિક તપાસની માંગણી કરી છે અને જવાબદાર પક્ષો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.