અમદાવાદ SVP હોસ્પિટલમાં આગ લાગી હોવાના મેસેજ મળતાની સાથે જ એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડિવિઝનલ ફાયર ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા
- ફાયર વિભાગની ત્રણ ગાડીઓને ઘટનાસ્થળે પહોંચી હતી.
- ઈલેક્ટ્રિક ડક જ્યાંથી પસાર થતી હતી ત્યાંથી આગ લાગી હતી અને ધુમાડો નિકળી રહ્યો હતો.
- આગના પગલે લગભગ 30 મિનિટ સુધી હોસ્પિટલના બિલ્ડિંગમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો
અમદાવાદ શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી SVP હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં સોમવારે 6 ઓક્ટોબર સવારે ઈલેક્ટ્રિક ડકમાં આગ લગતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તત્કાળ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
જણાવ્યા અનુસાર, આજે સવારે અમદાવાદ ફાયર વિભાગના કંટ્રોલરૂમને એસવીપી હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં આગ લાગ્યાનો મેસેજ મળ્યો હતો. મેસેજ મળતાની સાથે જ નવરંગપુરા ફાયર સ્ટેશનની ત્રણ ફાયર ગાડીઓને ઘટનાસ્થળે રવાના થઈ હતી. ઘટનાસ્થળે પહોંચીને ફાયર વિભાગની ટીમે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ઈલેક્ટ્રિક ડક જ્યાંથી પસાર થતી હતી ત્યાંથી આગ લાગી હતી અને ધુમાડો નિકળી રહ્યો હતો. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો.
જ્યારે SVP હોસ્પિટલમાં આગ લાગી હોવાના મેસેજ મળતાની સાથે જ એડિશનલ ચીફ ફાયર ઓફિસર અને ડિવિઝનલ ફાયર ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગના કારણો અંગે તપાસ શરૂ કરી દીધી હતી. આગના પગલે લગભગ 30 મિનિટ સુધી હોસ્પિટલના બિલ્ડિંગમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં છે, પરંતુ ઈલેક્ટ્રિક ડકમાં આગ લાગી હોવાના પગલે વીજ કનેક્શન બંધ કરી દેવાયું છે અને ફાયર તેમજ ઈલેક્ટ્રિક વિભાગની ટીમો સમગ્ર મામલે તપાસ કરી રહી છે.