Dharmik

BAPS દ્વારા યુવતીઓ માટે UPSC અને GPSC પ્રશિક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન થયું

Published

on

વડોદરા શહેરના અટલાદરા ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા શિક્ષણ ક્ષેત્રે અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે. જેમાં આજે રાષ્ટ્રની સર્વોચ્ચ સેવા એટલે કે, સનદી સેવામાં યુવકોની સાથે સાથે યુવતીઓ પણ UPSC અને GPSC ની તાલીમ મેળવી શકે તે માટે પ્રશિક્ષણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી.

બોચાસણ વાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસ દ્વારા શિક્ષણ,આરોગ્ય સહિત વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં પોતાનું મહત્વનું યોગદાન આપવામાં આવે છે. જ્યાં સમાજને મદદરૂપ થઈને જરૂરિયાતમંદોને સાથે રાખીને સર્વાંગી વિકાસ માટેના પ્રયત્નો કરવામાં આવે છે. થોડા સમય પહેલા બીએપીએસ સંસ્થા દ્વારા સનદી સેવામાં UPSC અને GPSC માં તાલીમ મેળવવા માટે યુવાનોનું પ્રશિક્ષણ કેન્દ્ર શરૂ કર્યું હતું.

Advertisement

પરમ પૂજ્ય મહંત સ્વામીની પ્રેરણાથી શરૂ થયેલા પ્રશિક્ષણ કેન્દ્ર બાદ 100 થી વધુ યુવાનોએ UPSC અને GPSC ની પરીક્ષામાં ઉત્તીર્ણ થવાની તાલીમ મેળવી રહ્યા છે. જ્યારે યુવતીઓને પણ લાંબા સમયથી પ્રશિક્ષણ કેન્દ્રમાં તાલીમ મળે તેવી માંગ હોવાને કારણે હવે યુવતીઓ માટે અલગથી પ્રશિક્ષણ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે. જેમાં પ્રારંભિક ધોરણે 35 યુવતીઓ દ્વારા પ્રશિક્ષણ કેન્દ્રમાં પ્રવેશ મેળવ્યો હતો. આ પ્રશિક્ષણ કેન્દ્રનું ઉદઘાટન BAPSના વડીલ સંત એવા ગાંધીનગર અક્ષરધામના મહંત આનંદ સ્વરૂપ સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું.

Trending

Exit mobile version