ગુજરાતમાં શિયાળાને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્ત્વની આગાહી કરી છે, જે મુજબ રાજ્યમાં પવનનું જોર વધશે અને ઠંડીમાં 20 ડિસેમ્બર સુધી મોટા ફેરફારો જોવા મળશે. બીજી તરફ, હવામાન વિભાગે આગામી દિવસોમાં હવામાન સૂકું રહેવાની અને લઘુત્તમ તાપમાન સ્થિર રહેવાની ધારણા વ્યક્ત કરી છે.
📌અંબાલાલ પટેલની મુખ્ય આગાહીઓ
તાપમાન અને ઠંડીનો વેગ:👇
- લઘુત્તમ ઉષ્ણતામાન 12 થી 14 ડિગ્રી સુધી રહી શકે છે.
- 22 ડિસેમ્બર બાદ કાતિલ ઠંડીને વેગ મળશે.
- 27 ડિસેમ્બર બાદ ઠંડીમાં વધારો થશે.
- 11 જાન્યુઆરી બાદ ઠંડીનું જોર વધુ વધશે.
- ‘લા નીનો’ અસરને કારણે જાન્યુઆરી સુધી ઠંડી અનુભવાશે.
- ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી જેટલું રહી શકે છે.ઉત્તર ભારતમાં રેકોર્ડબ્રેક ઠંડી પડશે.
🔻હવામાનની સ્થિતિ:
- રાજ્યમાં વાદળછાયું વાતાવરણ થશે, ખાસ કરીને બપોર પછી કેટલાક ભાગોમાં વાદળો આવશે.
- ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, પંચમહાલ તથા કચ્છના ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વાદળો આવશે.
- વાદળો હટતા રાજ્યમાં ઠંડી વધુ અનુભવાશે અને પવનનું જોર વધશે.
- ઉત્તરાયણના પર્વમાં ઠંડી સાથે પવન પણ રહેશે.
જ્યારે અન્ય પહાડી વિસ્તારોમાંથી આવતા ઠંડા પવનોએ ઘણા રાજ્યોમાં ઠંડી વધારી છે:
- રાજસ્થાન: 18 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે, 7 શહેરોમાં 5 ડિગ્રીથી નીચે. ફતેહપુર 1.9 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર રહ્યું.
- મધ્ય પ્રદેશ: 19 શહેરોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચી ગયું. પચમઢીમાં પારો સૌથી ઓછો 5.8 ડિગ્રી નોંધાયો.
- હવામાન વિભાગ અનુસાર, પહાડોમાંથી ઠંડી હવાઓ આવવાને કારણે આજે અને આવતીકાલે ઠંડીની અસર વધુ વધશે.
>હવામાનની આગાહી: 11 ડિસેમ્બર સુધી હવામાન શુષ્ક રહેવાની ધારણા છે.લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર થવાની સંભાવના નથી.
>અમદાવાદનું તાપમાન: અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની ધારણા છે.
>પવનની દિશા અને ગતિ: ઉત્તર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉત્તર દિશાના પવનો ફૂંકાશે.રાજ્યના દક્ષિણ ભાગોમાં ઉત્તરથી ઉત્તર-પૂર્વ દિશાના પવનો ફૂંકાશે.પવનની ગતિ 15-20 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની ધારણા છે.