- હાલમાં વીડિયોના આધારે તપાસ કરવામાં આવી છે. આ મામલે માંજલપુર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે – DCP
તાજેતરમાં વડોદરાના સોશિયલ મીડિયા વર્તુળમાં એક પ્રંસગનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વીડિયોમાં પ્રાથમિક દ્રષ્ટિએ પ્રસંગમાં મોટી બોટલમાંથી નાની-નાની બોટલમાં દારૂ ભરવામાં આવી રહ્યો હોવાનો અંદાજો લગાડવામાં આવી રહ્યો છે. આ જોતા જ લોકો વચ્ચે તરહ-તરહના સવાલોએ સ્થાન લીધું હતું. વીડિયો વાયરલ થતાની સાથે જ પોલીસ એક્શનમાં આવી છે. અને માંજલપુર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક વીડિયો પરથી કંઇ પણ સ્પષ્ટ થતું નહીં હોવાનું ડીસીપી અભિષેક ગુપ્તાનું મીડિયાને કહેવું છે.
DCP અભિષેક ગુપ્તાએ મીડિયાને જણાવ્યું કે, એક વીડિયો વાયરલ થયો છે. તે મામલે જાણવાજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વીડિયો કઇ જગ્યાનો, ક્યારને બનાવ છે, ક્યાંનો બનાવ છે, તે બાબતે હાલ પોલીસ તપાસ કરી રહી છે. તેની તપાસમાં એલસીબી, પોલીસ મથક તથા અન્ય જવાનોને કામે લગાડવા ટીમ બનાવવામાં આવી છે. વીડિયો વાયરલ થયો છે, વીડિયો જોતા જગ્યાનો અંદાજો લગાડી શકાયો નથી, આ કોની જગ્યાએ બનાવ બન્યો છે, તે ઓળખી શકાયું નથી. તે બાબતે હાલમાં વીડિયોના આધારે તપાસ કરવામાં આવી છે. આ મામલે માંજલપુર પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. અને ત્યાંથી તપાસ શરૂ કરવામાં આવી છે. વીડિયોમાં પ્લાસ્ટીકની બોટલો દેખાઇ રહી છે. તે સિવાઇ કંઇ પણ ક્લિયર થઇ નથી રહ્યું.
વધુમાં તેમણે જણાવ્યું કે, કઇ જગ્યાનું છે, તે સ્પષ્ટ નથી થઇ રહ્યું. તે થયા બાદ સીસીટીવી મેળવવામાં આવશે. અને ત્યાર બાદ વધુ માહિતી મેળવવામાં આવશે. પ્રાથમિક દ્રષ્ટિએ કઇ બ્રાન્ડ અને વસ્તુની બોટલો છે, તે સ્પષ્ટ થઇ રહ્યું નથી. તે જગ્યાએ જઇશું, અને મુદ્દામાલ મળશે, ત્યારે ખબર પડશે. સંભવિત જગ્યાઓ પર ટીમો મોકલી રહ્યા છીએ.