- આ કામગીરી નિષ્પક્ષ ચાલી રહી છે. તે ભારતીય જનતા પાર્ટીમાં જ થઇ શકે છે. – શહેર વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલ
વડોદરા શહેર ભાજપ માં વોર્ડ પ્રમુખની નિયુક્તી માટેની સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેની માટે પ્રથમ વખત બુથ પ્રમુખનો અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે. આજે શહેર વાડી અને રાવપુરા વિધાનસભામાં આવતા બુથ પ્રમુખોને ચૂંટણી પ્રક્રિયામાં સામેલ સિનિયર કાર્યકર્તાઓ મળ્યા છે. અને તેમની વાત જાણવાનો પ્રયાસ કર્યો છે. રાજ્યમાં પ્રથમ વખત બુથ પ્રમુખને મળીને તેમના અભિપ્રાય જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
શહેર વાડી વિધાનસભાના ધારાસભ્ય મનીષાબેન વકીલે જણાવ્યું કે, આજે શહેર વિધાનસભાની પ્રમુખો માટેની પ્રક્રિયા ચાલી રહી છે. પ્રદેશથી જે ચૂંટણી અધિકારીઓને મોકલવામાં આવ્યા છે, સાથે જ શહેરના ચૂંટણી અધિકારી છે તે પણ બેઠેલા છે. દરેક બુથ પ્રમુખ તેમની જવાબદારી સારી રીતે નિભાવતા હોય છે. અને ભાજપના મૂળના કાર્યકર્તાઓ બુથ પ્રમુખ છે. આજે તેમના દ્વારા પણ વોર્ડની પરિસ્થિતી શું છે, શું હોવી જોઇએ અને તેમની પસંદગી પ્રમુખ તરીકે શું હોઇ શકે તેની ચર્ચા અને વાર્તાલાપ ચારેય વોર્ડમાં ચાલી રહ્યો છે. મોટા ભાગે તમામ વોર્ડના બુથ પ્રમુખ આવેલા છે. મને વાડી વિધાનસભાના ધારાસભ્ય તરીકે બોલાવવામાં આવી હતી, જેથી હું આવી છું. જે કોઇ પ્રક્રિયા થતી હશે, ગુજરાતમાં જે આ નવી પ્રક્રિયા આવી છે, જેને લઇને બુથ પ્રમુખોને પણ કોઇ સાંભળે છે. અને બુથ પ્રમુખોને પણ એટલું જ મહત્વ છે, જે કોઇ ચૂંટાયેલા ચૂંટાયેલા પ્રતિનિધીનું હોઇ શકે. આ કામગીરી નિષ્પક્ષ ચાલી રહી છે. તે ભારતીય જનતા પાર્ટીમાં જ થઇ શકે છે.
શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે જણાવ્યું કે, ભાજપ વિશ્વનું સૌથી મોટું રાજકીય સંગઠન છે. સમય પ્રમાણે નાના-મોટા ફેરફાર આવતા હોય છે. આ વખતે બુથ પ્રમુખના સેન્સના માધ્યમથી વોર્ડના પ્રમુખની નિમણૂંક કરવી. અને વોર્ડના પ્રમુખોની સેન્સ લઇને શહેર અને જિલ્લાના પ્રમુખોની નિમણૂંક કરવાની તેવો વિચાર પ્રદેશ અધ્યક્ષને આવ્યો છે. અને તે પ્રમાણે કામગીરી ચાલી રહી છે. અગાઉ અકોટા અને માંજલપુર વિધાસભાના બુથના પ્રમુખોની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇ છે અને આજે શહેર અને રાવપુરા વિધાનસભાના પ્રમુખોની સેન્સની પ્રક્રિયા ચાલુ છે. આ માટે પ્રદેશમાંથી બે સિનિયર કાર્યકર્તાઓની તેની માટે નિમણુંક કરવામાં આવી છે. લોકશાહી ઢબે ચાલતી પ્રક્રિયાના અંતે જે કોઇને પાર્ટી જવાબદારી આપશે, તેના કારણે પાર્ટીનો વ્યાપ વધશે.
ભાજપ અગ્રણી મેહુલ લાખાણીએ મીડિયાને જણાવ્યું કે, ભાજપ કાર્યકર્તાઓની પાર્ટી છે. આપણે જ્યારે ચૂનાવી પ્રક્રિયામાં સેન્સ લેવાય છે, ત્યારે સંગઠનાત્મક પ્રક્રિયામાં મારો પણ રોલ છે, તેવો ભાવ ઉભો થાય છે. ભાજપમાં કોઇ કોઇને હોદ્દો નથી પુછતું, પણ તમારી જવાબદારી શું છે તે પુછવામાં આવે છે. સારી જવાબદારીના ભાગરૂપે, એક ધર્મની લાગણી અનુભવાય તે માટેનો આ પ્રયાસ છે. આ સંરચનાનો વિષય છે. અમે બધાય પરિવારભાવથી જોડાયેલા છે. મોટા ભાઇને કે નાના ભાઇને કોને સુકાન સોંપવાનું છે તે જ એક વાત છે.