Connect with us

Vadodara

બાજવાડા શેઠ શેરીમાં મકાનની છત ધરાશાયી, 2 લોકોનું રેસ્ક્યૂ કરાયા

Published

on

વડોદરાના બાજવાડાની શેઠ શેરીમાં આવેલા મકાનની છતનો ભાગ ધરાશાયી થવાના કારણે દિવ્યાંગ દિકરી સહીત બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. બંનેને ફાયર લાશ્કરો દ્વારા રેસ્ક્યૂ કરીને દવાખાને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા છે. આ ઘરમાં નીચેના ભાગે અક્ષરો બનાવવાનું કારખાનું ચાલતું હતું. આ ઘટનામાં મહિલાને વધુ ઇજાઓ પહોંચી હોવાનું ફાયર સુત્રો જણાવી રહ્યા છે. ફાયર બ્રિગેડ દ્વારા જર્જરિત મકાન અંગે નિર્ભયતા શાખાને જાણ કરવામાં આવી છે.

વડોદરામાં ચોમાસાની રૂતુમાં અવાર નવાર જર્જરિત મકાન પડવાની ઘટનાઓ સામે આવી રહી છે. જેનું આજે પુનરાવર્તન થયું છે. આજે શહેરના બાજવાડા વિસ્તારમાં આવેલા શેઠ શેરીમાં આશરે 60 વર્ષથી વધુ જુના મકાનની છત ધરાશાયી થઇ હોવાની ઘટના બની છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા. અને કાટમાળમાં ફસાયેલા મહિલા અને તેમની દિવ્યાંગ દિકરીનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં ઘણા મકાનોના પોપડા ઉખડી ગયેલા જોવા મળ્યા હતા. આ મામલાની વધુ તપાસ માટે નિર્ભયતા શાખાને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

ઘર માલિક જિતેન્દ્ર પંચાલે મીડિયાને જણાવ્યું કે, અચાનક જ મકાન પડી ગયું હતું. તેમાં મારી પત્ની અને મારી દિવ્યાંગ દિકરી બે ફસાયા હતા. હું તે સમયે મારી દુકાનમાં હતો. ઘટના થઇ કે તુરંત હું દોડી આવ્યો હતો. હમણાં સુધી મારા પત્નીને રેસ્ક્યૂ કરીને મોટા દવાખાને લઇ જવામાં આવ્યા છે. આ મકાન 60 વર્ષથી જુુનું છે. આગળ ભાડુઆત છે, નીચે કારખાનું ચાલે છે સ્ટીલના અક્ષરો બનાવવા માટેનું.

પાડોશીએ મીડિયાને જણાવ્યું કે, ઘરમાં મહિલા અને તેમની દિવ્યાંગ દિકરી હાજર હતા. મહિલા રસોડાના ભાગે હતા. અને તેમની દિકરી પાછળના ભાગમાં હતા. મહિલાને માથાના ભાગે વાગ્યું છે. ફાયર બ્રિગેડ દ્વારા બંનેનું રેસ્ક્યૂ કરી લેવામાં આવ્યું છે. ઘરમાં કુલ ત્રણ લોકો રહેતા હતા. નીચે અક્ષર બનાવવાનું કારખાનું ચાલે છે.

ફાયર જવાને જણાવ્યું કે, દાંડિયા બજાર કંટ્રોલ રૂમમાં ફોન આવ્યો હતો. બાજવાડા શેઠશેરીમાં ઘર પડ્યું અને માણસો ફસાયા તેવો કોલ આવ્યો હતો. એક મહિલાને હાથ અને માથામાં વાગ્યું છે. મકાનની હાલત ખરાબ છે, ગમે ત્યારે ઉતારવું પડી શકે છે. અમે નિર્ભયતા શાખાને જાણ કરી છે. તેઓ આવશે, ત્યાર બાદ અમે જઇશું.

Advertisement
Vadodara16 mins ago

વિશ્વામિત્રી નજીકના દબાણો દૂર થાય તે પહેલા નેતાઓએ એકબીજાનું “ચીરહરણ” શરૂ કર્યું,વધુ એક સ્ફોટક નિવેદન

Vadodara1 hour ago

માર્વન્સ મોબાઇલ શોપમાંથી મોંઘાદાટ અસંખ્ય સ્માર્ટ ફોન અને વોચની ચોરી

Vadodara23 hours ago

પૂરથી રક્ષણ મામલે સરકાર નિયુક્ત હાઇ લેવલ કમિટીની મીટિંગ યોજાઇ

Vadodara1 day ago

શું પાલિકામાં ઈજારદારો કામ કરવા તૈયાર નથી? ત્રીજા ચોથા પ્રયત્નોમાં પણ ઈજારદારો ભાવપત્ર ભરતા નથી

Vadodara4 days ago

ઉર્મિ ચાર રસ્તા પાસે પાર્ક કરેલી કાર રસ્તા પર પડેલા ભૂવામાં ખોટકાઇ

Vadodara5 days ago

શેરબજારમાં રોકાણના નામે થયેલી છેતરપિંડીમાં 19 રાજ્યોની 150થી વધુ ગુન્હામાં સંડોવાયેલા આરોપી ઝડપાયા

Vadodara6 days ago

બાજવાડા શેઠ શેરીમાં મકાનની છત ધરાશાયી, 2 લોકોનું રેસ્ક્યૂ કરાયા

Gujarat1 week ago

સુરતના તત્કાલિન ટાઉન પ્લાનીંગ ઓફીસર સામે વડોદરા ACBએ ગાળિયો કસ્યો,અપ્રમાણસર મિલકત મળી

Vadodara1 month ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

Vadodara1 month ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara1 month ago

મકરપુરા GIDCમાં વિજ થાંભલો નાંખતા સમયે બે કામદારોને કરંટ લાગતા ઇજાગ્રસ્ત

Vadodara1 month ago

વડોદરા જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગમાં 40 લાખનું કૌભાંડ!, તપાસના આદેશ અપાયા

Vadodara2 months ago

વડોદરાના માંજલપુર શ્રેયસ સ્કૂલ પાસે એમ્બ્યુલન્સ ચાલકે વૃદ્ધ મોપેડ સવારને અડફેટે લઈને ગંભીર ઇજાઓ પહોંચાડી

Savli2 months ago

સાવલી નગરમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય, રોગચાળાની દહેશત!

Vadodara2 months ago

“કોઇ પણ આંગણવાડીને મદરેસા નહી બનવા દઇએ” – દર્ભાવતી MLA શૈલેષ સોટ્ટા

Savli3 months ago

સાવલી : “વેઠ” ને કારણે નગરજનો કેટલું વેઠશે? ઠેરઠેર ખાડાઓ અને ખુલ્લી ડ્રેનેજ જીવલેણ સાબિત થશે!

Trending