વડોદરાની સયાજી હોસ્પિટલ એટલે વિવાદોનું ઘર બની ગયું છે. અવારનવાર કોઈને કોઈ બેદરકારીને લઈને હોસ્પિટલ સમાચારોમાં બનેલી રહેતી હોય છે. પરંતુ હવે તો હોસ્પિટલના કેન્ટીનમાં પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં થતું હોવાનું સામે આવ્યું છે. જાગૃત એવા કાઉન્સિલર જાગૃતિબેન કાકાએ રજૂઆત કર્યા બાદ કેન્ટીનમાં આરોગ્ય શાખાની ટીમ ત્રાટકી.
સયાજી હોસ્પિટલમાં કેન્ટીન ચાલકની ગંભીર બેદરકારી સામે આવી છે. સડેલા ટામેટા, બટાકા અને ડુંગરી સહીત શાકભાજી મળી આવી છે. મોટાભાગનો ખોરાક ખુલ્લો રાખવામાં આવ્યો હતો. જે જગ્યાએ લોકો આરોગ્ય સુધારવા માટે આવે છે ત્યાં જ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. વેઇટરો પણ કેપ અને હેન્ડ ગ્લોવસ વગર જમવાનું પીરસી રહ્યા હતા. ખાંડ સહિત શાકભાજીમાં વદા ફરતા નજરે પડ્યા. લોટ અને સમોસા પણ ખુલ્લા મુખ્ય હતા. આરોગ્ય શાખાની ટિમ દ્વારા શંકાસ્પદ અખાદ્ય ખોરાકના સેમ્પલ લેવામાં આવ્યા છે.
એક તરફ શહેરની વિવિધ હોટલો તેમજ રેસ્ટોરન્ટમાંથી જીવાત તેમજ ગરોળી નીકળવાના બનાવો સામે આવી રહ્યા છે.ત્યાં બીજી તરફ મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એવી સયાજી હોસ્પિટલમાં આવેલ કેન્ટીનમાં પણ સ્વચ્છતાનો અભાવ જોવા મળ્યો સાથે જ નાગરિકોના સ્વાસ્થય સાથે ચેડાં થતા હોય તે પ્રકારના પણ દ્રશ્યો જોવા મળ્યા. જેથી આજે કોર્પોરેશનની આરોગ્ય વિભાગએ સયાજી હોસ્પિટલની કેન્ટીનમાં ચેકિંગ હાથ ધર્યું. જે દરમિયાન સ્વચ્છતાનો અભાવ જોતા શિડ્યુલ ફોરની નોટિસ પણ આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટરને પણ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા બદલ નોટીસ ફટકારવવામાં આવી છે. આરોગ્ય વિભાગએ ખોરાકના વિવિધ 14 સેમ્પલો લઈ લેબોરેટરીમાં મોકલ્યા.
આ મામલે કાઉન્સિલર જાગૃતિબેન કાકાએ નિવેદન આપ્યું હતું કે, “એક દિવસ પેહલા હું સયાજી હોસ્પિટલની મુલાકાતે આવી ત્યારે મને અહીંયાની કેન્ટીનમાં શંકા જતા આરોગ્ય વિભાગની ટીમને હુએ જાણ કરી કે સયાજી હોસ્પિટલની કેન્ટીનમાં જઈને તપાસ કરો. કારણકે, અહીંયા કેન્ટીનમાં ખાંડ તેમજ શાકભાજીમાં વંદા ફરતા જોવા મળે છે. શાકભાજી પણ સાડી ગયેલ હતા. બધી જ ખાવાની વસ્તુ ખુલ્લી પડી હતી. જેની પર માખીઓ બેસતી હતી. સમોસા સહિતની વસ્તુ તળવા માટે અનેક વાર ઉપયોગમાં લેવાયેલું કાળું તેલ ઉપયોગમાં લેવાય રહ્યું છે. જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. બહારગામ થી દર્દીઓના સગા અહીંયા આવે છે અને કેન્ટીનનું ભોજન લે છે તેના સ્વાસ્થય બગડશે તો તેમનું શું થશે? જેથી મારુ કેહવું છે કે, સ્વચ્છતાની ખરાઈ કર્યા વગર કોઈએ અહીંયા નાસ્તો કરવો નહિ.”
તો બીજી તરફ સયાજી હોસ્પિટલમાં કેન્ટીન ચલાવનારનું એક જ રટણ છે કે, “અમે ચોખાઇ રહીએ છે. પૂરતા પ્રમાણમાં જ શાકભાજીનો જથ્થો મંગાવવામાં આવે છે. અમે દરેક વસ્તુ સ્વચ્છ કરીને જ ખાવામાં ઉપયોગ કરીએ છીએ.”
ફૂડ સેફ્ટી ઓફિસર પ્રશાંત ભાવસરે આ અંગે નિવેદન આપ્યું કે, “SSGની કેન્ટીનમાં આજે ચેકીંગ કરવામાં આવ્યું. જે દરમિયાન કેટલાક માણસો હેન્ડ ગ્લોવ્સ અને કેપ પેહર્યા વગર કામ કરતા હતા. સાથે જ શાકભાજી તરીકે વપરાતા ટામેટા બટાકા પણ સડેલા મળી આવ્યા. કેટલાક રો મટીરિયલમાં જીવાત મળી આવતા તાત્કાલિક તેનો અમે નાશ કરાવી દીધો. તેમને ઈમ્પ્રુવમેન્ટ નોટિસ આપવામાં આવી છે.”