Connect with us

Vadodara

બહુમતીના કિનારે પહોંચ્યા બાદ આત્મમંથન કરવાને બદલે ભાજપના નેતાઓને યુસુફ પઠાણની જીતથી તેલ રેડાયું

Published

on

પોસ્ટમાં કહ્યું, વડોદરા વાસીઓ ધ્યાનમાં રહે ટીએમસીના એક ખેલાડી આપણા જ શહેરના તાંદલજાથી છે.

રોહિંગ્યા ઘૂસણખોરીના હમદર્દ જેવા શબ્દોનો ઉલ્લેખ કર્યો,પણ એ ભૂલી ગયા કે દેશભરમાં 10 વર્ષથી ભાજપ જ સત્તામાં છે.

એનડીએને ચૂંટણી પરિણામમાં પૂર્ણ બહુમતી મળ્યા પછી ભાજપમાં ભાવિ સરકાર મુદ્દે મંથન શરૂ થઈ ગયું છે. તો બીજી તરફ બંગાળમાં પણ ટીએમસીએ સપાટો બોલાવ્યો છે. ત્યારે વડોદરા ભાજપમાંથી હવે સોશિયલ મીડિયા પર ટીએમસી પર તીખી ટિપ્પણીનો દોર શરૂ થયો છે. શહેર ભાજપના એક નામાંકિત પદાધિકારી દ્વારા કરવામાં આવેલી પોસ્ટે શહેર ભાજપમાં ચકચાર જગાવી છે.

વડોદરાને જોવા જઈએ તો બે સાંસદ મળ્યા એક ભાજપમાંથી લોકસભાની ચૂંટણીમાં વિજય થયેલા યુવા નેતા ડો.હેમાંગ જોશી અને બીજા મૂળ વડોદરાના ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી યુસુફ પઠાણ જેઓ પશ્ચિમ બંગાળમાં બહેરામપુર બેઠક પર તૃણમૂલ કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યા અને વિજયી પણ થયા.

ત્યારે કેટલાક મહાનુભાવોને આ જીત ગળે ન ઉતરી હોય તેમ વડોદરાના વિકાસને બાજુ પર મૂકી હવે વડોદરા વાસીઓને બંગાળમાં ટીમસીથી ધ્યાન રાખવા ચેતવા નીકળ્યા છે. આ દોર સોશિયલ મીડિયાથી શરૂ થયો છે. શહેર ભાજપમાં મોટો હોદ્દો ધરાવનાર અને પૂર્વ મેયર રહી ચૂકેલા આ મહાનુભાવે ફેસબુક પર પોસ્ટ કરી છે.

જેમાં જણાવ્યું છે કે , “વડોદરા વાસીઓ ધ્યાનમાં રહે બંગાળમાં રોહિંગિયા મુસ્લિમ ઘૂસણખોરોની હમદર્દ મમતાની પાર્ટી ટીએમસી ના એક ખેલાડી આપણા જ શહેરના તાંદલજા થી છે.” તેમ જણાવ્યું છે. અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે ભાજપનું સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ. ત્યારે વડોદરા ના જ પુત્ર યુસુફ પઠાણ પર ભાજપના આ હોદ્દેદારે મમતા બેનર્જીને ઘૂસણખોરોની હમદર્દ જણાવી યુસુફ પઠાણ પર આડકતરી રીતે શાબ્દિક પ્રહાર કર્યા છે. જે ચર્ચાનો વિષય બન્યો હતો. નોંધનીય છે કે , પશ્ચિમ બંગાળમાં બહેરામપુર બેઠક પર તૃણમૂલ કોંગ્રેસ વતી ચૂંટણી લડનાર પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે કોંગ્રેસના દિગ્ગજ નેતા અને 1999થી સાંસદ રહેલા અધીર રંજન ચૌધરીને 64,084 કરતાં વધુ મતોથી હરાવીને નવો ઈતિહાસ રચ્યો છે.

અનેક પાસા ચકાસી ટીએમસીના સર્વેસર્વા મમતા બેનરજીએ યુસુફ પઠાણની ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી, જેનો ફાયદો ટીએમસીને થયો હતો. આ બેઠક પર ભાજપના ઉમેદવાર ત્રીજા સ્થાને રહ્યા હતા. યુસુફ પઠાણને 4,23,451 મત, કોંગ્રેસના અધીરંજન ચૌધરીને 3,59,367 મત જ્યારે ભાજપના ઉમેદવાર ડો.નિર્મલકુમાર સાહાને 3,23,685 મત મળતાં તે ત્રીજા ક્રમે રહ્યા છે.

Gujarat1 hour ago

અમદાવાદમાં દુર્ઘટના: પાઇપમાં ફટાકડા ફોડતાં સગીરાનું કરુણ અવસાન, બેદરકારીનો ચેતવણીરૂપ પાઠ

Vadodara17 hours ago

વડોદરામાં નાગરિકોનો ઉગ્ર વિરોધ: પાણી ભરાવા અને બિનજરૂરી ખર્ચ સામે કોર્પોરેશન પર પ્રશ્ન

Gujarat17 hours ago

“મૃતદેહ પરિવહનમાં વિક્ષેપ: SOU આસપાસ સિવિલ હોસ્પિટલમાં શબવાહિની ન મળતાં વ્યર્થ હાલત”

Gujarat18 hours ago

ગીર સફારીનો બહાનો લઈ ફેક સાઇટથી કમાતી ગેંગનો ભાંડાફોડ, દિલ્હીથી 2 આરોપી ઝડપાયા

Vadodara21 hours ago

“સ્વઘોષિત” લોકપ્રિય નેતાના સ્નેહમિલન કાર્યક્રમમાં ફક્ત “હું,બાવો ને મંગળદાસ” હાજર

Vadodara22 hours ago

વડોદરા : નશામાં કાર ચાલકે અકસ્માત સર્જ્યો, પોલીસે બે અલગ-અલગ ગુના નોંધ્યા

Savli3 days ago

સત્તા ભોગવ્યા બાદ સહકારી અગ્રણીને હવે જ્ઞાન લાધ્યું!, કોમેન્ટમાં લખ્યું કે “ભાજપ સરકારનું કામ સારું નથી”

Gujarat3 days ago

એકતા નગરમાં ઝળહળતી રોશનીનો “પ્રકાશ પર્વ” — સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દિવાળી અને રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી

Vadodara1 year ago

સ્માર્ટ સિટીના અનગઢ શાસકો કૃત્રિમ તળાવના નિર્માણમાં ટૂંકા પડ્યા, ભારે અવ્યવસ્થા સર્જાઈ

Vadodara1 year ago

માર્બલ પાવડરની આડમાં લઈ જવાતો વિદેશી શરાબનો જથ્થો LCBએ ઝડપી પાડ્યો

Vadodara1 year ago

મકરપુરામાં વિદેશી શરબનું વેચાણ કરતા બુટલેગરોને PCBએ ઝડપી પાડ્યા

City2 years ago

ઠગ બિલ્ડરે વિધવા મહિલા પાસેથી બે ફ્લેટના બુકિંગ પેટે રૂ.1.27 કરોડ પડાવી ફલેટો બારોબાર અન્ય વ્યક્તિઓને વેચી છેતરપીંડી આચરી

Savli1 year ago

Mobile healthcare van launched at Mokshi village in Savli

Padra1 year ago

પાદરા: ખેતરમાં ધીકતો હતો શરાબનો વેપલો,LCBએ દરોડો પાડીને શરાબ ઝડપી પાડ્યો

Padra2 years ago

પરિવારે પ્રેમ લગ્નની મંજૂરી ના આપતા પ્રેમીપંખીડાએ ઝેરી દવા ગટગટાવી

Padra2 years ago

પાદરા ચોક્સી બજારમાં બે બુરખાધારી મહિલાઓ ગ્રાહક બની ચોક્સીની દુકાનમાંથી દાગીના સેરવી ફરાર, એક મહિલા ઝડપાઇ

Vadodara1 week ago

વડોદરા શહેરમાં સુનિલ પાન ગેંગનો પર્દાફાશ: 96થી વધુ લુંટ અને ચોરીના ગુનાઓનો અંત, ગુજસીટોક હેઠળ કાર્યવાહી

Vadodara1 week ago

“વડોદરામાં પોલીસની નિષ્ફળતા સ્પષ્ટ: નાગરિકો જ હવે બુટલેગરોને પકડી પોલીસને શરાબનો જથ્થો સોંપે છે”

Vadodara2 weeks ago

પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના સ્વાગત માટે પાલિકાના સ્ટ્રીટ લાઈટ વિભાગના સ્ટાફે ઝંડા લગાવવાની જવાબદારી સ્વીકારી?

International2 weeks ago

VIDEO : અમેરિકા : ટેક્સાસ રાજ્યમાં ઉડતું વિમાન ટ્રક પર આવીને પડ્યું, ક્રેશ બાદ આગના જોરદાર આગ લાગી

Vadodara3 weeks ago

શહેરમાં માંજલપુર વિધાનસભા બન્યું કચરાનું કેન્દ્ર! છ મહિનાથી જાંબુવા લેન્ડફિલ સાઇટ પર કામ બંધ

International3 weeks ago

અમેરિકામાં ગુજરાતી મોટેલ માલિક રાકેશ પટેલની હત્યા. ‘શું તું ઠીક છે?’ પૂછવા બદલ હત્યારાએ માથામાં ગોળી મારી.

Vadodara3 weeks ago

માફી કલ્ચર માંથી પોલીસ ક્યારે બહાર આવશે?: તસ્કરો મંદિરમાં ચોરી કરી દાન પેટી ઉઠાવી ગયા

Vadodara4 weeks ago

વડોદરા જિલ્લા LCB એ હાઇવે પરથી 1.21 કરોડનો દારુ ભરેલી ટ્રક સાથે બિશ્નોઇ બંધુઓની ધરપકડ કરી

Trending