Vadodara

પશ્ચિમ રેલવેની જાહેરાત : પ્રતાપનગર યાર્ડમાં ઈન્જિનિયરિંગ બ્લોકને કારણે 14 નવેમ્બરે કેટલીક ટ્રેનો રદ

Published

on

પ્રતાપનગર-એકતાનગર વચ્ચે દોડતી તમામ મેમુ ટ્રેનો રદ,પ્રતાપનગર-છોટાઉદેપુર અને પ્રતાપનગર-જોબટ વચ્ચેની તમામ પેસેન્જર ટ્રેનો રદ

  • અલીરાજપુર-પ્રતાપનગર પેસેન્જર ટ્રેન માત્ર ડભોઈ સુધી ચાલશે, ડભોઈથી પ્રતાપનગર સુધી રદ.
  • પ્રતાપનગર-અલીરાજપુર પેસેન્જર ટ્રેન ડભોઈથી આગળ ચાલશેકુલ 12 ટ્રેનો સંપૂર્ણપણે રદ.
  • 9થી 13 નવેમ્બર સુધી પણ બ્લોકને કારણે ટ્રેનો રદ રહી હતી.
  • રેલવે વિભાગે મુસાફરોને આ ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી કરવા અપીલ કરી છે.

વડોદરા રેલવે વિભાગના વિશ્વામિત્રી–ડભોઈ સેક્શનમાં આવનાર પ્રતાપનગર સ્ટેશન પર યાર્ડ રિમોડેલિંગનું કામ હાથ ધરવામાં આવનાર છે. આ કામ માટે 14 નવેમ્બરના રોજ એન્જિનિયરિંગ બ્લોક લેવામાં આવવાનો હોવાથી અનેક લોકલ અને પેસેન્જર ટ્રેનોનું સંચાલન પ્રભાવિત થશે.

બ્લોકના કારણે પ્રતાપનગર–એકતાનગર વચ્ચે દોડતી તમામ મેમુ ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. તેવી જ રીતે પ્રતાપનગર–છોટાઉદેપુર અને પ્રતાપનગર–જોબટ વચ્ચે ચાલતી તમામ પેસેન્જર ટ્રેનો પણ રદ રહેશે. કુલ 12 ટ્રેનો આ સમયગાળા દરમિયાન રદ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.વધુમાં, અલીરાજપુર–પ્રતાપનગર પેસેન્જર ટ્રેન માત્ર ડભોઈ સુધી જ ચાલશે અને ડભોઈથી પ્રતાપનગર વચ્ચે રદ રહેશે, જ્યારે પ્રતાપનગર–અલીરાજપુર પેસેન્જર ટ્રેન ડભોઈથી આગળ તેના નિર્ધારિત રૂટ પર ચાલશે.

રેલવે વિભાગે મુસાફરોને અપીલ કરી છે કે તેઓ મુસાફરી કરતા પહેલા શેડ્યૂલ અને તાત્કાલિક બદલાયેલા રૂટની માહિતી મેળવી લે. અત્રે નોંધનીય છે કે, અગાઉ 9 થી 13 નવેમ્બર સુધી પણ આવા જ એન્જિનિયરિંગ બ્લોકને કારણે રૂટિન ટ્રેનો રદ કરવામાં આવી હતી.

Trending

Exit mobile version