કારણ અકબંધ:આગ શોર્ટ સર્કિટથી લાગી કે અન્ય કોઈ કારણસર? તપાસ શરૂ.
વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આજે આગની ઘટનાને પગલે ભારે દોડધામ મચી ગઈ હતી. સુભાનપુરા હાઈટેન્શન રોડ પર આવેલા વ્યસ્ત વર્ધમાન કોમ્પ્લેક્ષમાં એકાએક આગ લાગતા સ્થાનિકો અને વેપારીઓના જીવ અધ્ધર થઈ ગયા હતા.
🧐ઘટનાની વિગત:
વર્ધમાન કોમ્પ્લેક્ષમાં આવેલી એક ઓફિસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ઓફિસની બારીઓમાંથી ધુમાડાના કાળા ગોટેગોટા નીકળવા લાગ્યા હતા. આ જોઈને કોમ્પ્લેક્ષમાં આવેલી અન્ય ઓફિસો અને દુકાનોના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો અને લોકો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા.
🚒ફાયર બ્રિગેડની કામગીરી:
ઘટનાની જાણ થતા જ TP-13 ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઈટરોએ ચારે બાજુથી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતી અટકાવી હતી. અંદાજે એકથી દોઢ કલાકની ભારે જહેમત બાદ ફાયરના જવાનોએ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.
🚨તપાસનો વિષય:
આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જોકે, પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ ફાયર વિભાગ અને પોલીસ દ્વારા નુકસાનીનો અંદાજ મેળવી તપાસ હાથ ધરવામાં આવી છે.
🫵ભીડભાડ વાળા કોમ્પ્લેક્ષમાં ફાયર સેફ્ટીના સાધનોની સજ્જતા ફરી એકવાર ચર્ચાનો વિષય બની છે.