Vadodara

વડોદરાના સુભાનપુરામાં તસ્કરોનો આતંક: જૈન દેરાસર પાસે બંધ મકાનના તાળા તોડી દોઢ લાખની મત્તા ચોરી ફરાર

Published

on

  • બંધ મકાનમાં ચોરી: સુભાનપુરાની મેહુલ જૈન સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ તાળા તોડીને નિશાન બનાવ્યું.
  • દોઢ લાખની મત્તા ચોરાઈ: ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, થાળી અને રૂા. 30 હજાર રોકડા મળી કુલ રૂા. 1.50 લાખની ચોરી થઈ.
  • વાપીથી દોડી આવ્યા પરિવારજનો: પાડોશી દ્વારા ફોન પર જાણ કરાતા મકાન માલિક વડોદરા આવી પહોંચ્યા હતા.
  • ગોરવા પોલીસની તપાસ: ભોગ બનનારની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધીને તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.

વડોદરા: વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં બંધ મકાનને ટાર્ગેટ કરીને સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા દોઢ લાખની મિલકતની ચોરી કરી નાસી છૂટેલી ચોર ટોળકી સામે ગોરવા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું છે સમગ્ર ઘટના?

પ્રાપ્ત વિગતો અનુસાર, સુભાનપુરા જૈન દેરાસરની બાજુમાં આવેલી મેહુલ જૈન સોસાયટીમાં રહેતા હેતલ પ્રવીણચંદ્ર શાહ હાલ વલસાડ જિલ્લાના વાપી ખાતે પરિવાર સાથે રહે છે અને ત્યાં જ એક કંપનીમાં નોકરી કરે છે. તેમનું વડોદરા સ્થિત મકાન હાલ બંધ રહેતું હતું. ગત 4 ઓગસ્ટના રોજ તેમના મકાનને મારેલું તાળું વ્યવસ્થિત હતું, પરંતુ ત્યારબાદ આગામી 7 ઓગસ્ટના રોજ બાજુના પાડોશીએ ફોન કરીને મકાનનું તાળું તૂટેલું હોવાની અને ચોરી થયાની જાણ કરી હતી.

ઘટનાની જાણ થતા જ હેતલભાઈ વાપીથી તાત્કાલિક વડોદરા દોડી આવ્યા હતા અને પોતાના ઘરે જઈને તપાસ કરતા ઘરમાં સામાન અસ્તવ્યસ્ત જોવા મળ્યો હતો. તસ્કરો ઘરમાંથી સોના-ચાંદીના કિંમતી દાગીના, ચાંદીની થાળી તેમજ રોકડા રૂપિયા 30,000 સહિત કુલ રૂપિયા 1.50 લાખની મતા ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું હતું.

🚨ગોરવા પોલીસ દ્વારા તપાસ શરૂ:

બંધ મકાનને નિશાન બનાવીને લાખોની ચોરી કરનાર તસ્કરો સામે હેતલભાઈ શાહે ગોરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવા અને ચોર ટોળકીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. એક પછી એક બનતી ચોરીની ઘટનાઓને કારણે વિસ્તારના રહીશોમાં પણ ભારે ફફડાટ ફેલાયો છે.

Trending

Exit mobile version