Karjan-Shinor

કરજણમાં માર્ગોની દયનીય હાલત: NH-48 ના સર્વિસ રોડ અને વેમરડી રોડ પર મોટા-મોટા ખાડા પડતા વાહનચાલકો મુશ્કેલીમાં

Published

on

  • રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય: કરજણમાં NH-48 ના સર્વિસ રોડ અને વેમરડી રોડ પર ખાડા પડવાથી માર્ગો જર્જરિત બન્યા છે.
  • ચોમાસામાં તંત્રની મોટી બેદરકારી: સામાન્ય વરસાદમાં રોડ પર પાણી ભરાવા અને ખાડા પડવાથી વાહનવ્યવહાર ગંભીર રીતે પ્રભાવિત થયો છે.
  • સ્થાનિકોની જાતે જ પહેલ: અકસ્માત ટાળવા માટે સ્થાનિક નાગરિકોએ ખાડા પાસે ટાયરો મૂકીને વાહનચાલકોને સાવચેત કર્યા છે.
  • તંત્રની ઉદાસીનતા: વરસાદી માહોલ વચ્ચે પણ માર્ગો રિપેર ન થતાં પ્રશાસનની બેદરકારી સામે લોકરોષ ભભૂકી ઉઠ્યો છે.

કરજણ/વડોદરા: વડોદરા જિલ્લાના કરજણ પંથકમાં ચોમાસાની સિઝન શરૂ થતાં જ માર્ગોની નબળી ગુણવત્તા અને તંત્રની બેદરકારી ખુલ્લી પડી ગઈ છે. કરજણમાંથી પસાર થતા નેશનલ હાઈવે-48 ના સર્વિસ રોડ તેમજ વેમરડી રોડની હાલત અત્યંત દયનીય બની ગઈ છે, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

🧐સર્વિસ રોડ અને વેમરડી રોડ પર ખાડાનું સામ્રાજ્ય:

પ્રાપ્ત વિગતો અનુસાર, સામાન્ય વરસાદ પડતાની સાથે જ NH-48 ના સર્વિસ રોડ પર બંને તરફ ઘૂંટણસમા મોટા ખાડાઓ સર્જાઈ ગયા છે. આ જ સ્થિતિ સર્વિસ રોડથી વેમરડી થઈને ડભોઈ તરફ જતા માર્ગ પર પણ જોવા મળી રહી છે. આ મોટા-મોટા ખાડાઓમાં વાહનો પછડાવાથી અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને વાહનોને પણ નુકસાન પહોંચી રહ્યું છે.

🗣️સ્થાનિકોએ જાતે જ બેરિકેડ તરીકે ટાયરો મૂક્યા:

તંત્રની લાપરવાહી સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે નાના વાહનો અને અજાણ્યા વાહનચાલકો આ જોખમી ખાડાઓમાં ખાબકી ન જાય, તે માટે સ્થાનિક રહીશોએ પોતાની મેળે જ રોડ પર ખાડા પાસે જૂના ટાયરો મૂકીને અગમચેતીના પગલાં લેવા મજબૂર બનવું પડ્યું છે.

​ચોમાસાની ઋતુ હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા સમયસર રોડ રિપેરિંગની કામગીરી ન કરવામાં આવતા નાગરિકો અને વાહનચાલકો ભારે મુશ્કેલીઓ વચ્ચે અવરજવર કરવા વિવશ બન્યા છે.

Trending

Exit mobile version