Vadodara

અકોટા પોલીસે અકોટા ગાર્ડન પાસેથી લાખોની કિંમતના હાઇબ્રિડ ગાંજા સાથે એક ઇસમ ઝડપાયો

Published

on

  • હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપાયો: અકોટા ગાર્ડન પાસેથી રૂષભ શાહ નામના શખ્સને 108 ગ્રામ હાઇબ્રિડ ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો.
  • મોટો મુદ્દામાલ જપ્ત: કાર, બે આઇફોન અને રોકડ રકમ સહિત કુલ રૂા. 9,08,140/- નો મુદ્દામાલ પોલીસે કબ્જે કર્યો છે.
  • NDPS એક્ટ હેઠળ ગુનો: આરોપી વિરુદ્ધ અકોટા પોલીસ સ્ટેશનમાં કડક કાયદાકીય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
  • પોલીસની સતર્કતા: વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના નેટવર્કને તોડી પાડવા માટે પોલીસ દ્વારા સતત વોચ અને તપાસ રાખવામાં આવી રહી છે.

વડોદરા: વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરીને ડામી દેવા માટે પોલીસ કમિશનર તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અકોટા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે. અકોટા ગાર્ડન પાસેથી બાતમીના આધારે રેડ કરીને હાઇબ્રિડ ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી એન.ડી.પી.એસ. એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

🧐શું હતી બાતમી અને રેડની વિગતો?

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અકોટા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાકોટીક્સની ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. બલદાણીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન અ.હે.કો. હરપાલસિંહ ગોવિંદસિંહને બાતમી મળી હતી કે, રુષભ શાહ નામનો ઇસમ અકોટા ગાર્ડન પાસેથી પ્રતિબંધિત ગાંજો લઈને આવનાર છે. આ બાતમીના આધારે પંચો અને પોલીસ સ્ટાફ સાથે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવીને બલેનો કાર સાથે ઊભેલા શખ્સને કોર્ડન કરવામાં આવ્યો હતો.

પકડાયેલા શખ્સની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રૂષભ સુમનલકુમાર શાહ (હાલ રહે. એ/112, ત્રીજો માળ, જગન્નાથપુરમ સોસાયટી, લાલબાગ પાસે, વડોદરા; મૂળ રહે. મહાવીર સ્વામી પોળ, રાવપુરા, વડોદરા) હોવાનું જણાવ્યું હતું.

🚨આરોપી પાસેથી કબ્જે કરાયેલો મુદ્દામાલ:

પોલીસે આરોપીની અંગઝડતી અને વાહનની તપાસ કરતા તેની પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે:

1. વનસ્પતિજન્ય માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજાનો જથ્થો 108.00 ગ્રામ (કિંમત રૂા. 3,78,000/-)

2. રોકડા રૂપિયા 140/-

3. એપલ કંપનીનો ગ્રે કલરનો આઇફોન 12 પ્રો (કિંમત આશરે રૂા. 10,000/-)

4. એપલ કંપનીનો કાળા કલરનો આઇફોન 16 (કિંમત આશરે રૂા. 20,000/-)

5. મારૂતિ સુઝુકી કંપનીની ગ્રે કલરની બલેનો ફોર વ્હીલર કાર (નં. GJ-06-PL-1992, કિંમત આશરે રૂા. 5,00,000/-)

આ તમામ મળીને કુલ રૂા. 9,08,140/- ની મત્તાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. આરોપી વિરુદ્ધ અકોટા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ સને 1985 ની કલમ 8(સી), 20(બી)આઈઆઈ(એ) અને 29 મુજબ ગુનો નોંધીને આગળની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

Trending

Exit mobile version