- વારસીયા પર આવેલા એસ્સાર પેટ્રોલ પંપ નજીક તે ગયો હતો. કેમ ગયો તેની કોઇ જાણ નથી – મૃતકના સહકર્મીએ મીડિયાને જણાવ્યું
- વડોદરામાં પાલિકાના સ્ટ્રીટ લાઇટ વિભાગના કર્મીના મોતથી સવાલો ઉઠ્યા
- કોન્ટ્રાક્ટના કર્મચારીનો મૃતદેહ મળ્યો, સહકર્મી તમામ બાબતે અજાણ
- અજાણ્યા શખ્સે ફોન રીસીવ કરીને સમગ્ર માહિતી આપી
વડોદરા ના સંગમ વિસ્તારમાં આવેલી પાલિકાની વોર્ડ નં – 4 ની કચેરીમાં સ્ટ્રીટ લાઇટ વિભાગમાં કામ કરતા સચિન પઢીયારનું રહસ્યમય સંજોગોમાં મોત નીપજ્યું છે. આ ઘટના અંગે પરિવારને મોડી જાણ કરવામાં આવી હોવાનો આરોપ લગાડવામાં આવી રહ્યો છે. રહસ્યમય સંજોગોમાં યુવકના શરીરને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના હાજર તબિબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો છે. મૃતક પઢિયાર સચિન અરવિંદ ભાઇ પાલિકાના સ્ટ્રીટ લાઇટ વિભાગમાં ફરજ બજાવતો હતો. તે મોડેર્ન પાવર સર્વિસ કંપનીનો કોન્ટ્રાક્ટ કર્મી હતો.
મૃતકના સહકર્મીએ પરમાર નિલેશકુમારે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, અમે કમ્પલેઇનમાં ગયા હતા. બાદમાં પાછા આવ્યા અને હું સુઇ ગયો હતો, બાદમાં ઘરે જતો રહ્યો હતો. મારો ફોન અને ટેમ્પાની ચાવી ઓફિસમાં હતી. સચિનભાઇ ક્યાં ગયા તેની મને કોઇ ખબર ન્હતી. ત્યાર બાદ સમય થતા મેં ઓફિસના ફોન પર ફોન કર્યા હતા. પહેલો ફોન રીસીવ થયો ન્હતો. સચિન કયા સમયે ગયો તેનો પણ અમને કોઇ અંદાજો ન્હતો. વારસીયા પર આવેલા એસ્સાર પેટ્રોલ પંપ નજીક તે ગયો હતો. કેમ ગયો તેની કોઇ જાણ નથી. મેં ત્યાં જઇને જોયું તો ત્યાં તેનું મૃત્યું થયું હતું. આજુબાજુમાં પણ કોઇને ખબર ન્હતી. અજાણ્યા શખ્સે તેમનો ફોન રીસીવ કરીને જાણ કરી હતી. અમે સંગમ, વોર્ડ નં – 4 માં સ્ટ્રીટ લાઇટ વિભાગમાં કામ કરીએ છીએ. સચિન 6 – 7 મહિનાથી નાઇટમાં કામ કરી રહ્યો હતો. અમારી કામની શિફ્ટ 9 થી 7 ની હોય છે.
મૃતકના બહેન પારૂલબેન ગોહિલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, ગઇ કાલે તે અમને મળવા આવ્યો હતો. બધાને મળીને તે કામ અર્થે નીકળ્યો હતો. તે કામ જવા માટે મોડું થતું હોવાથી નીકળ્યો હતો. આજે સવારે મારા ભાઇનો ફોન આવ્યો હતો. અને કહ્યું કે, તું દવાખાને આવી જા. સચિન પડ્યો છે. નાના ભાઇને કંઇ ખબર ના પડી કે શું કર્યું. અમને સીધી જાણ કરી દીધી કે, ભાઇનું મોત નીપજ્યું છે. તેના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. તે લોકો અમને કોઇ જવાબ આપતા નથી. પહેલા કહ્યું કે, અમારી જોડે મિત્રતામાં તે કામ કરતો હતો. પગાર ઓનલાઇન જમા થાય છે. તેનું પીએફ પણ કપાતું હતું. હવે તેઓ કહે છે કે, મારા ભાઇએ સ્થળ પર દમ તોડ્યો હતો. તેમનું કહેવું છે કે, કમ્પલેઇ ન્હતી, ત્યાં ગયો હતો. તેમની ઓફિસને માણસ ક્યાં કામ કરવા જાય છે, તેની ખબર હોવી જોઇએ.