જ્યારે એકાઉન્ટમાં નફો વધુ દેખાતું હોવા છતાં રકમ મળતી ન હોવાથી શંકા ગઈ હતી. બનાવ મામલે સાયબર સેલ પોલીસને જાણ કરતા આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
- વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. જેમાં એન્જિનિયરે રૂ.1.47 કરોડ ગુમાવ્યા
- લીંક ઓપન કરતા એક વેબસાઈટ ખુલી હતી. જેમાં મેં રજીસ્ટ્રેશન કરાવ્યું પૈસા ગયા.
વડોદરામાં ઇન્વેસ્ટમેન્ટના નામે છેતરપિંડીના અનેક કિસ્સા સપાટી પર આવી રહ્યા છે. પોલીસ બેન્ક એકાઉન્ટ હોલ્ડર સુધી પહોંચે છે અને ત્યારબાદ ઠગોના આગળના નેટવર્ક સુધી પહોંચવું મુશ્કેલ બની જતું હોય છે. આ જ પ્રકારનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. જેમાં એન્જિનિયરે રૂ.1.47 કરોડ ગુમાવ્યા છે.
ગુજરાત રિફાઇનરીના સિનિયર આસિસ્ટન્ટ મેનેજર ભૂષણ ધોળકિયા (રહે. મીત બંગલોઝ, સુભાનપુરા હાઈટેન્શન રોડ)એ પોલીસને ફરિયાદમાં લખાવ્યું હતું કે, ગત તા.4 એપ્રિલના રોજ દિલ્હીથી યાસીકા અગ્રવાલના નામે વોટ્સએપ ઉપર વાત કરવામાં આવી હતી. તેણે ફોરેક્સ ટ્રેડિંગના નામે વાતો કરી લિંક મોકલી હતી. લીંક ઓપન કરતા એક વેબસાઈટ ખુલી હતી. જેમાં મેં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારબાદ સપોર્ટમાં જઈ ચેટ કરતાં રૂપિયા ભરવા માટે બેંક એકાઉન્ટોની માહિતી મળી હતી. જેથી મેં રૂપિયા ભર્યા હતા.
જ્યારે એના પછી પણ તા.7મી જુલાઈએ મને ફોન આવ્યો હતો અને નુકસાનની રકમ પરત મેળવવા માટે ઇન્વેસ્ટમેન્ટની બીજી એક લિંક મોકલી હતી. જેથી તેમાં પણ મેં રોકાણ કર્યું હતું. જુદા જુદા બેન્ક એકાઉન્ટમાં કુલ રૂ.1.47 કરોડ ઇન્વેસ્ટ કર્યા હતા. જેની સામે મને માત્ર 38,800 જેટલી રકમ પરત મળી હતી. પરંતુ ત્યારબાદ એકાઉન્ટમાં નફો વધુ દેખાતું હોવા છતાં રકમ મળતી ન હોવાથી શંકા ગઈ હતી. બનાવ મામલે સાયબર સેલ પોલીસને જાણ કરતા આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.